
નવી દિલ્હી, 25 એપ્રિલ 2019, ગુરુવાર
લોકસભા 2019નો ધમધમાટ ચાલી રહ્યો છે. આ ચુંટણી જંગમાં જાણીતી મહિલા નેતાઓ પણ પ્રચાર કરતી જોવા મળી જો કે ગરમીની આ મોસમમાં ચુંટણી જંગમાં મહિલા નેતાઓ માટે કોટનની સાડી ફેશન ટ્રેંડ સાબિત થઈ છે. ચુંટણી જંગમાં ઉતરેલી મહિલાઓ ઉમેદવારોનો આ સમર લુક ધ્યાન આકર્ષિત કરે તેવો છે.

પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી કલરફુલ કોટન સાડીમાં ચુંટણી પ્રચાર દરમિયાન જોવા મળ્યા. આ પ્રકારની કોટન સાડીઓએ તેમના વ્યક્તિત્વને ડિસન્ટ લુક આપ્યો. પ્રિયંકા ગાંધી અનેકવાર આ પ્રકારની કોટનની સાડીઓમાં જોવા મળ્યા.

સુપ્રિયા સુલે
એનસીપી નેતા અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે પણ કલરફુલ કોટન સિલ્કની સાડીમાં ચુંટણી પ્રચાર દરમિયાન જોવા મળી. સામાન્ય રીતે સુપ્રિયા મહારાષ્ટ્રિયન સાડી પહેરવાનું જ પસંદ કરે છે.

સ્મૃતિ ઈરાની
ભાજપની ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીનો સાડી લુક સૌથી વધારે પ્રચલિત છે. સ્મૃતિ ઈરાની સાડીને કૈઝ્અલ રીતે કેરી કરે છે. સ્મૃતિ ઈરાની ચુંટણી પ્રચાર દરમિયાન પ્રિંટેડ કોટન સાડીમાં જોવા મળ્યા હતા.

નિર્મલા સીથારમન
પોતાની સાદગી માટે પ્રખ્યાત છે રક્ષા મંત્રી નિર્મલા સીથારમન. તેઓ સાડીમાં અત્યંત સોબર અને પ્રતિભાશાળી દેખાય છે. તેમના સાડીની પસંદગી પણ તેમને આગવો લુક આપે છે.

ડિંપલ યાદવ
સમાજવાદી પાર્ટીની ડિંપલ યાદવનો સાડી લુક પણ ખૂબ પ્રખ્યાત છે. તેઓ હંમેશા સાડીમાં જ જોવા મળે છે. તેઓ પ્લેન, પ્રિંટેટ, લિલનની સાડીમાં વધારે જોવા મળે છે.

હેમા માલિની
ભાજપના ઉમેદવાર હેમા માલિનીનો સ્ટાઈલિશ અને એથિનિક લુક ચુંટણી પ્રચારમાં પણ જોવા મળ્યો. રાજકીય કાર્યક્રમોમાં હેમા માલિની ડિઝાઈનર સાડીઓમાં જોવા મળે છે.

મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમની સફેદ કોટનની સાડીમાં જ જોવા મળે છે. તેઓ માત્ર સફેદ રંગની સાડી પહેરે છે જેમાં અલગ અલગ રંગની બોર્ડર જોવા મળે છે.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UEeW7e
via Latest Gujarati News
0 Comments