સ્ટુડન્ટસે પોતાની સમસ્યાઓ થિયેટર દ્વારા અભિવ્યક્ત કરી


યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ ખાતે ૧૫ દિવસનો થિયેટર વર્કશોય યોજાયો. જેમાં મેન્ટોર તરીકે મૌલિકરાજ શ્રીમાળીએ સ્ટુડન્ટને માર્ગદર્શન આપ્યું. થિયેટર વર્કશોપ દ્વારા એક ડાયલોગ ઉભો કરવા માટે વર્કશોપનું આયોજન કરાયું હતું.જેમાં એમએમસીજેના વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેઓએ પાંચ નાના પ્રોડક્શન કર્યા જેની થીમ 'દરેક મનુષ્યને પોતાની આઝાદી હોય છે' તે હતી. આ સાથે  અનંતા સ્કૂલના પ્રિન્સિપાલ અનિરુધ્ધ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા તેઓએ વિદ્યાર્થીઓને સંબોધિને કહ્યું કે, થિયેટર માટે રવીન્દ્રનાથ ટાગોરનો પણ વધારે જુકાવ હતો. આ માધ્યમથી અન્યના દર્દ સુધી પહોચી શકાય છે. આપણું દુઃખ વ્યક્ત કરવું તે સારુ છે પણ બીજાનું દુઃખ મહેસુસ કરવુ અય્શ્યક છે. આ થિયેટર વર્કશોપ અન્ય વર્કશોપ કરતા અલગ હતો કારણકે આમાં કોઇ ડાયરેક્ટરે સ્ટૂડન્ટસ ઉપર સ્ક્રિપ્ટ થોપવાની જગ્યાએ સ્ટુડન્ટસને ક્રિએટીવીટી સાથે પોતાના વિષયો પર સ્ક્રિપ્ટ, ડાયલોગ, ક્મ્પોઝિંગ, સ્ક્રિન પ્લે અને કોસ્ચ્યુમ ડિઝાઇન કરવાની છૂટ આપવામાં આવી હતી.

લઘુતાગ્રંથી, કમ્યુનિકેશન ગેપ અને રિલેશનશીપ પર પરફોર્મ કર્યું

દરેક સ્ટુડન્ટ પોતાનો એક અલગ પ્રોબ્લેમ લઇને આવ્યા હતા. જેમાં વર્નાક્યુલર ભાષા બોલવામાં લઘુતાગ્રંથી અનુભવવી, વિધવાબેનનું જીવન,ખેડુતોની આત્મહત્યા, ઘર્મના નામે ટોળાઓના હુમલા, પેરેન્ટસ અને બાળકો વચ્ચે કમ્યુનિકેશન ગેપ, મિડીયા ફિલ્ડમાં જાતી ભેદભાવ અને યુથના રિલેસનશીપ પ્રોબ્લેમ્સ  જેવા વિષયો પર ક્રિએટીવલી કામ કર્યું અને હું ઇચ્છું છું કે નવી પેઢી અવાજહીનનો અવાજ બને. - મૌલિક શ્રિમાળી

ગુજરાતીમાં પ્રેઝન્ટેશન આપ્યું તો લોકોેએ મને મુર્ખ કહ્યો

દરેક માણસની પોતાની આઝાદી હોય છે તેમા કોઇ દખલ કરે તે કોઇને પસંદ નથી આ વિષય પર ચર્ચા કરતા ઘણા સ્ટુડન્ટસે પોતાના અનુભવો શેર કર્યા હતા. જેમાં એક વિદ્યાર્થીનીએ કહ્યું કે હું એન્કરિંગનો ઇન્ટરવ્યૂ આપવા ઘણી વખત ગઇ પણ મને તેઓ મારા દેખાવને લીધે રિજેક્ટ કરે છે તો એક વિદ્યાર્થીએ કહ્યું કે, ૪૦ સ્ટુડન્ટે પ્રેઝન્ટેશન આપવાનું હતું ત્યારે અન્યએ ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન આપ્યુ અને મેં ગુજરાતી માં બોલવાનુ શરૃ કર્યું કે લોકો મારા પર હસવા લાગ્યા અને તેઓએ મને મુર્ખમાં આંકયો.. આપણી માતૃભાષા બોલવામાં શેની શરમ? સ્ટુડન્ટે આ પ્રકારના પોતાના અનુભવને દર્શાવતા વિવિધ પ્રકારના નાટક પરફોર્મ કર્યા.




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dw5c9q
via Latest Gujarati News

Post a Comment

0 Comments