અમેરિકા 11.2 અબજ ડોલરની યુરોપિયન યુનિયનની વસ્તુઓ પર આયાત ડયુટી વધારશે


અમેરિકાની આ ધમકીથી યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે આયાત ડયુટી મુદ્દે ચાલી રહેલી મંત્રણા પર બ્રેક લાગશે

આ અગાઉ અમેરિકાએ 2004માં પણ એરબસને અયોગ્ય રીતે મદદ કરવા ડબ્લ્યુટીઓમાં ફરિયાદ કરી હતી

(પીટીઆઇ) લંડન, તા.9 એપ્રિલ, મંગળવાર, 2019

અમેરિકા ૧૧.૨ અબજ ડોલરની યુરોપિયન યુનિયનની વસ્તુઓ પર આયાત ડયુટી વધારશે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાએ જે રીતે ચીનની વસ્તુઓ આયાત ડયુટી વધારી છે તેટલા પ્રમાણમાં યુરોપની વસ્તુઓ પર આયાત ડયુટી વધારવામાં આવશે નહીં.

જો કે અમેરિકાની આ જાહેરાતથી યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે આયાત ડયુટી મુદ્દે ચાલી રહેલી મંત્રણા પર બ્રેક લાગશે. 

યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ ઓફિસ દ્વારા યુરોપિયન યુનિયનની જે વસ્તુઓ પર આયાત ડયુટી વધારવામાં આવનાર છે તેની યાદી જાહેર કરવામાં આવી હતી. 

અમેરિકાનો આરોપ છે કે યુરોપિયન યુનિયન અયોગ્ય રીતે વિમાન નિર્માતા કંપની એરબસને સબસિડી આપી રહી છે. આ અગાઉ અમેરિકાએ ૨૦૦૪માં પણ એરબસને અયોગ્ય રીતે મદદ કરવા બદલ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(ડબ્લ્યુટીઓ)માં ફરિયાદ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં ડબ્લ્યુટીઓએ પણ જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયને એરબસને કેટલીક ગેરકાયદે સબસિડી આપે છે  જેના કારણે અમેરિકાની વિમાન નિર્માતા કંપની બોઇંગને નુકસાન થાય છે.  ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે યુરોપિયન યુનિયનમાંથી આયાત થતા સ્ટીલ પર ૨૫ ટકા અને એલ્યુમિનિયમ પર ૧૦ ટકા ડયુટી નાખી હતી.

જેના જવાબમાં યુરોપિયન યુનિયને પણ અમેરિકાની ૩.૪ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી વધારી હતી. જેમાં સ્ટીલ, કૃષિ સહિતની વસ્તુઓ સામેલ હતી. ઉલ્લેખનીય છે કે ૭૩૭ મેક્સ કોમર્શિયલ જેટમાં ખામી સર્જાતા અમેરિકાની બોઇંગ કંપનીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UK3wD6
via Latest Gujarati News

Post a Comment

0 Comments