શાહરૂખ સાથે માધુરી દીક્ષિત ફરી જોડી જમાવે તેવી શક્યતા



મુંબઇ, તા. 9 એપ્રિલ 2019, મંગળવાર

'ફેન, જબ હેરી મેટ સેજલ, અને ઝીરો 'જેવી નિષ્ફળ ફિલ્મો શાહરૂખ ખાને  ભાગે આવી  છે. તેથી તે નવી ફિલ્મમાં કામ પસંદ કરવા માટે લાંબો વિચાર કરી રહ્યો છે. તે ફિરાકમાં છે કે, તે કઇ એવી ફિલ્મ સાઇન કરે કે થિયેટરો ફરીથી તાળીના ગડગડાટથી ગુંજી ઊઠે. શાહરૂખની નિષ્ફળતાથી ફિલ્મ ઉદ્યોગ જ નહીં પરંતુ  એનો પોતાનો આત્મવિશ્વાસ પણ ડગમગી ગયો છે. 

જોકે શાહરૂખને પોતાની ફિલ્મમાં લેવા માટે નિર્માતાઓ હજી પણ તેના ઘરની બહાર જોવા મળે છે. કિંગ ખાન વિવિધ સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે, જેમાંથી તેને મધુર ભંડારકરની ફિલ્મ ભૂ માફિયા પર આધારિત પસંદ પડી છે. જો તે આ ફિલ્મમાં કામ કરવા રાજી થશે તો, મધુર તેની સાથેની અભિનેત્રી તરીકે માધુરી દીક્ષિતને પસંદ કરે તેવી શક્યતા છે. 

શાહરૂખ અને માધુરીએ ભૂતકાળમાં  'અંજામ, દિલ તો પાગલ હૈ, દેવદાસ, હમ તુમ્હારે હૈ સનમ અને કોયલા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uXv3CB
via Latest Gujarati News

Post a Comment

0 Comments