
માલ્યાએ મોદીના ઇન્ટરવ્યૂને ટાંકીને પોતાનો બચાવ કરતી દલીલો કરી
નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2019, રવિવાર
વિજય માલ્યાએ દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીએ ખુદ એ વાતનો સ્વીકાર કર્યો છે કે સરકારે મારી ૧૪ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે, મે નવ હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી જ્યારે મોદી કહી રહ્યા છે કે મે ૧૪ હજાર કરોડ રૂપિયા મળી ગયા છે. તેનો મતલબ એ થયો કે મારા પર કોઇ દેવુ નથી.
મારો ભાજપે પોસ્ટર બોય તરીકે ઉપયોગ કર્યો છે. મારી આટલી સંપત્તિ જપ્ત કરી લીધી હોવા છતા ભાજપ મારી પાછળ કેમ પડી છે. માલ્યાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે જ્યારે દેશના સૌથી મોટા અધિકારી પુરી લોન વસુલીની વાત સ્વીકારી ચુક્યા છે તો પછી ભાજપના પ્રવક્તા કેમ મારી પાછડ પડયા છે.
ભાજપે ભારતમા મારી છાપ પોસ્ટર બોય જેવી બનાવી દીધી છે, વડા પ્રધાન મોદીએ ખુદ કહ્યું છે કે મારી ઉપર જેટલુ દેવું હતું તેના કરતા વધુ સરકાર વસુલી ચુકી છે. મોટી વાત એ છે કે હું ૧૯૯૨થી જ બ્રિટનનો રહેવાસી છું. જેના પર ધ્યાન આપવામાં નથી આવી રહ્યું.
માલ્યાએ હાલમાં મોદીએ ઇન્ટરવ્યૂમાં આપેલા નિવેદનને ટાંકીને આ દાવા કર્યા હતા, માલ્યાએ જણાવ્યું હતું કે મે મોદીનો ઇન્ટરવ્યૂ જોયો, તેમાં તેમણે મારુ નામ લઇને કહ્યું કે સરકારે ૧૪ હજાર કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરી લીધી છે જયારે મારા પર દેવું ૯ હજાર કરોડ રુપિયા છે. મને ભાગેડુ કહેવો ભાજપને સૂટ થાય છે.
વિજય માલ્યાનો કેસ હાલ નિરવ મોદીનો કેસ જે વેસ્ટ મિન્સ્ટર કોર્ટમાં છે ત્યાં જ ચાલી રહ્યો હતો, કોર્ટે વિજય માલ્યાના આ કેસમાં પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો, જેને પગલે હાલ વિજય માલ્યાએ આ નિચલી કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાની તૈયારી કરી લીધી છે. આ માટે તેણે હાલ અનુમતી માગતી અરજી કરી છે. બ્રિટન જ્યૂડિશિયરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે માલ્યાની અરજી મળી છે અને આગામી દિવસોમાં હવે હાઇકોર્ટના જજ એ નક્કી કરશે કે તેને ફુલ સુનાવણી માટે આગળ અનુમતી આપવામાં આવે કે નહીં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OFK1pW
via Latest Gujarati News
0 Comments