
પટણા, તા. 31 માર્ચ, 2019, રવિવાર
સત્તાના નશામાં ભાજપના નેતાઓ એવા તો છકી જાય છે કે આચાર સંહિતાની ઐસી કી તૈસી કરી નાંખે છે જેનો એક કિસ્સો બિહારના બકસરમાં જોવા મળ્યો હતો.કેન્દ્રમાં મંત્રી અને ભાજપના લોકસભાની બેઠકના ઉમેદવાર અશ્વિની ચૌબેની એક કારને રોકનાર અધિકારી સાથે ચૌબેએ એવી તો દાદાગીરી કરી હતી કે આખો મામલો ચર્સાસ્પદ બની ગયો હતો.
ચૌબેએ અધિકારી સાથે માત્ર તોછડું વર્તન જ કર્યું નહતું, બલકે બકસરના SDMને ધમકી આપતા કહ્યું તારામાં હિંમત હોય તો મને જેલ ધકેલી દે.
વાત એમ હતી કે વાહનોના કાફલામાં જેટલી કારની મંજૂરી હોય તેના કરતાં વધુ હોય તો આચાર સંહિતાનો ભંગ ગણાય અને તેની સામે કેસ કરી શકાય. ચૌબેના કાફલામાં વધુ કાર હોવાથી અધિકારી કે.કે. ઉપાધ્યાયે તેમને રોક્યા હતા. બસ, પછી તો મંત્રીએ અધિકારીને ગાળો બોલી અને ત્યાં સુધી કહી દીધું કે તારામાં હિમંત હોય તો મને જેલમાં ધકેલી દે.
વાયરલ થયેલા વિડીયોમાં ચૌબે અધિકારી ઉપાધ્યાયને ધમકી આપતા દેખાય છે.અધિકારી ઉપાધ્યાયે મંત્રી ચૌબેને તેમના કાફલામાં મંજૂરી કરતાં વધુ કાર હોવાથી આચાર સંહિતા ભંગ થતી હોવાની યાદ અપાવી હતી. પરંતુ આ સાંભળતા જ મંત્રી એવા તો ગુસ્સે થઇ ગયા કે પોતાની કારના દરવાજે ઊભા થઇ ગયા અને જોરજોરથી ધમકી આપવા લાગ્યા કે તારામાં હ હિમંત હોય તો મને જેલમાં ધકેલી દે જે. ત્યાર પછી મંત્રી પોતાના વાહનોને લઇને આગળ વધી ગયા હતા.અધિકારીએ કહ્યું હતું કે આચાર સંહિતાનો કેસ તો બન્યો જ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I1neDz
via Latest Gujarati News
0 Comments