
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2019, રવિવાર
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વડા પ્રદાન નરેન્દ્ર મોદીના વર્તન પરથી લાગી રહ્યું છે કે તેઓ હવે ચૂંટણીમાં હાર ભાળીને ડરી ગયા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ વડા પ્રધાન બનવા માગે છે જેના જવાબમાં રાહુલે જણાવ્યું હતું કે જનતાને નક્કી કરવા દો. લોકો માસ્ટર છે હું તો માત્ર તેમના માટે કામ કરી રહ્યો છું.
વડા પ્રધાન બનવું છે તેવું નિવેદન કરીશું તો તે ઘમંડ ગણાશે. દેશમાં હાલ મહત્વપૂર્ણ મુદ્દાઓ ક્યા છે તે અંગે જણાવતા રાહુલે કહ્યંુ હતું કે બેરોજગારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, ખેડૂતોની સમસ્યા, ખેડૂતોની સમસ્યા, એક નિષ્ફળ અર્થતંત્ર અને મોદીનો ભ્રષ્ટાચાર જવાબદાર છે.
રાહુલ ગાંધીએ મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે મોદીમાં ઘમંડ આવી ગયો છે જેને પગલે તેઓ છટપટી રહ્યા છે. દરેકના ખાતામાં ૧૫ લાખ આવશે, બે કરોડ રોજદારી ઉભી કરાશે અને ૧૦૦ સ્માર્ટ સીટી બનાવવામાં આવશે તેમજ કાળા નાણાને પરત લાવવામાં આવશે જેવા જુઠ મોદી ચૂંટણી જીતવા માટે બોલ્યા હતા.
બીજી તરફ ૨૦૧૬માં ઉરી આતંકી હુમલા બાદ કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકના હીરો મનાતા નિવૃત જનરલ ડી.એસ. હૂડાને રાહુલ ગાંધીએ કોંગ્રેસે રચેલી રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સિલના વડા બનાવવામાં આવ્યા છે.
હૂડાને રાષ્ટ્રીય સુરક્ષા માટેના વિઝન ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાની કામગીરી સોપવામાં આવી હતી, જેને હૂડાએ પુરી કરી લીધી છે અને સમગ્ર રિપોર્ટને રાહુલ ગાંધીને સોપી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં ઘુસીને જવાનોએ ૨૦૧૬માં જે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી તેના આર્કિટેક હૂડા માનવામાં આવે છે.
આ સુરક્ષા રિપોર્ટની જાણકારી પણ રાહુલ ગાંધીએ જ આપી હતી, તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે નિવૃત લેફ્ટનન્ટ જનરલ ડીએસ હૂડા અને તેમની ટીમે દેશની રાષ્ટ્રીય સુરક્ષાનો રિપોર્ટ તૈયાર કરીને મને સોપ્યો છે. તેમના આ રિપોર્ટની કોંગ્રેસ પાર્ટીમાં ચર્ચા કરવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FOoEQl
via Latest Gujarati News
0 Comments