
નવી દિલ્હી,તા.24.એપ્રિલ 2019, ગુરુવાર
દેશની રાજધાની દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો પર ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોમાં સૌથી વધુ સંપત્તિ ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પાસે છે.
તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા ગૌતમ ગંભીરને ભાજપે પૂર્વ દિલ્હીમાંથી ટિકિટ આપી છે.ઉમેદવારી નોંધાવતી વખતે ગંભીરે જે માહિતી આપી છે તે પ્રમાણે તેમની પાસે 1.16 અબજ રુપિયાની મિલકતો છે.તેમની પત્ની નતાશાના નામે 1.15 કરોડની અને પિતા દિપક ગંભીરના નામે 7.98 કરોડ રુપિયાની સંપત્તિ છે. ગૌતમ ગંભીર સામે પ્રોપર્ટીના મામલામાં કોર્ટમાં એક કેસ પણ ચાલી રહ્યો છે.
ગૌતમ ભારતીય ટીમમાં ઓપનર બેટસમેન હતો અને આઈપીએલમાં તેણે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GtSUzc
via Latest Gujarati News
0 Comments