મને ગાળો આપનારા હવે EVMને ગાળો આપવા માંડ્યા છેઃ ઝારખંડમાં પીએમ મોદી


નવી દિલ્હી,તા.24.એપ્રિલ 2019, ગુરુવાર

પીએમ મોદીએ ઝારખંડમાં ચૂંટણી પ્રચારના ભાગરુપે એક સભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, મને ગાળો આપનારા હવે ઈવીએમને ગાળો આપવા માંડ્યા છે.

તેમણે કહ્યુ હતુ કે, હવે તો વિરોધીઓએ પણ હાર સ્વીકારી લીધી છે.જે રીતે પરીક્ષામાં ફેલ થનારા વિદ્યાર્થીઓ પેન, પેપર, બેન્ચનો દોષ કાઢીને બહાના બનાવતા હોય છે તે રીતે વિપક્ષ પોતાની હાર માટે ઈવીએમનુ બહાનુ બનાવે છે.મોદીને ગાળો આપનારા હવે ઈવીએમને ગાળો આપી રહ્યા છે.તેના નસીબમાં ગાળો ખાવાનુ લખ્યુ છે.

પીએમ મોદીએ ક્હયુ હતુ કે, દિલ્હીમાં મજબૂત સરકારના કારણે આજે નક્સલવાદ અને માઓવાદ પર કાબૂ મેળવી શકાયો છે.નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ઘટી છે.હવે ઝારખંડમાં પણ સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.દિલ્હીની ખુરશી પર નજર નાખનારા મહાભ્રષ્ટાચારિયો અને મહામિલાવટી લોકોમાં હડકંપ મચી ગયો છે.

કોંગ્રેસ અને તના સાથીદારોએ આતંકવાદને લઈને કેવુ વલણ અપનાવ્યુ છે તે યાદ રાખજો.આ લોકો પાકિસ્તાનને પાઠ ભણાવનારા આપણી સેના પર સવાલ ઉઠાવી રહ્યા છે.વિરોધીઓ કહે છે કે, પૂરાવા આપો તો જ માનીએ કે આતંકવાદીઓ પર હુમલો કર્યો છે.

તેમણે કહ્યુ હતુ કે, રાંચીના રોડ શોથી સાબિત થઈ ગયુ છે કે, આખા શહેરનો આશીર્વાદ ભાજપ સાથે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UVE6Dx
via Latest Gujarati News

Post a Comment

0 Comments