
નવી દિલ્હી,તા.24.એપ્રિલ 2019, ગુરુવાર
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાના પરિવાર અંગે પીએમ મોદી દ્વારા વારંવાર ભાષણોમાં કરાતા ઉલ્લેખનો જવાબ આપતા કહ્યુ હતુ કે, પીએમ મોદીને મારા પરિવાર અંગે વાત કરવાની આદત છે.
યુપીમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતી વખતે પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ હતુ કે, પીએમ મોદીના ભાષણમાં 50 ટકા વાત તો એ જ હોય છે કે, નહેરુજીએ શુ કર્યુ અને ઈન્દિરાજીએ શું કર્યુ પણ તેઓ એ નહી કહે કે પાંચ વર્ષમાં તેમણે શું કર્યુ.
તેમણે મતદારોને અપીલ કરી હતી કે, એવી રાજકીય પાર્ટીને પસંદ કરો જે તમારી સમસ્યાઓની વાત કરે અને તેનો ઉકેલ લાવે.માત્ર તમારા માટે નહી પણ તમારા બાળકોના ભવિષ્યને મજબૂત બનાવવા માટે રાજનીતિ બદલવાની જરુર છે.જુઠ્ઠાણની રાજનીતિને જાકારો આપો.ભાજપની રાજનીતિનો જમીન સાથે કોઈ સબંધ નથી.ભાજપ હવામાં ઉડે છે.ભાજપના રાજમાં ખેડૂતો હેરાન પરેશાન છે અને મહિલાઓ અસુરક્ષિત છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ITlFYK
via Latest Gujarati News
0 Comments