(પીટીઆઇ) પેશાવર, તા.16 એપ્રિલ, 2019, મંગળવાર
પેશાવર જેવા ઉત્તરપશ્ચિમના શહેરમાં આજે પાક. સુરક્ષા એજન્સીઓએ સતત ૧૭ કલાક સુધી આતંકીઓના અડ્ડા પર દરોડા પાડતા તેમાં એક પોલીસ અધિકારી અને પાંચ આતંકીઓ માર્યા ગયા હતા. ત્રણ માળની ઇમારતમાં આતકીઓ આવ્યા હોવાની મળેલી બાતમી પછી સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બંને તરફે ભારે ગોળાબાર કરાયો હતો.'
સેના અને ખૈબર પખ્તુનખ્વા પોલીસે તેમને મળેલી બાતમીના આધારે એક આતંકી અડ્ડા પર દરોડા પાડયા હતા જ્યાં સામસસામે ગોળીબાર થયો હતો'એમ નિવેદનમાં કહેવાયું હતું.
'સામસામા ગોળીબારમાં પાંચ આતંકીઓ માર્યા ગયા હતા અને કમર ઇસ્લામ નામના એક પોલીસ અધિકારી પણ માર્યા ગયા હતા. સોમવારે સવારથી શરૃ થયેલી ફાયરિંગમાં બે અન્યો ઘાયલ થયા હતા'એમ તેમાં જણાવાવમાં આવ્યું હતું.
સુરક્ષા દળોએ મુખ્ય ઇમારતની દિવાલને ફુંકી મારી હતી અને ત્યાર પછી ઇમારતમાં દાખલ થયા હતા. એક જજ અને પોલીસ અધિકારી પર હુમલાના વોન્ટેડ બે આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા.
પોલીસ અધિકારીના મોતના કારણે લડાઇ વધુ તેજ બની ગઇ હતી. એસપી ઝહુર અહેમદે કહ્યું હતું કે ખૂબ જ સફળતાપૂર્વક અને કામગીરી પુરી કરી હતી અને પાંચ આતંકીઓને ઠાર માર્યા હતા. ત્યાર પછી ઇમારતના કન્પાઉન્ડને અમે સાફ કર્યો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V9GlCA
via Latest Gujarati News
0 Comments