
(પીટીઆઈ) હૈદરાબાદ, તા. 31 માર્ચ, 2019, રવિવાર
ટૂંક સમયમાં યોજાનારી લોકસભા ચૂંટણીને અનુસંધાને ૧૦મી માર્ચથી દેશભરમાં આચાર સંહિતા લાગુ કરી દેવાઈ છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ અત્યાર સુધીમાં તેલંગાણામાંથી રૂ. ૧૯ કરોડથી પણ વધારેની બીનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે.
અધિકૃત આંકડાઓ પ્રમાણે ૧૦મી માર્ચે આચાર સંહિતા લાગુ થયા બાદ શનિવાર સુધીમાં તેલંગાણામાંથી રૂ. ૧૯ કરોડથી પણ વધારેનું બેહિસાબી નાણું ઝડપાયું છે. શનિવાર સુધીમાં તેલંગાણામાંથી રૂ. ૧૯.૦૩ કરોડ રોકડા ઉપરાંત રૂ. ૨.૮૬ કરોડનું મૂલ્ય ધરાવતો દારુનો જથ્થો અને રૂ. ૨.૪૮ કરોડનું મૂલ્ય ધરાવતો માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત તેલંગાણામાંથી રૂ. ૨૬.૭૬ લાખનું મૂલ્ય ધરાવતા સોના, ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ઘરેણાં પણ ઝડપાયા છે. જાણવા મળ્યા મુજબ તેલંગાણામાં મતદારોની સુવિધા માટે મુખ્ય ચૂંટણી અધિકારી(સીઈઓ)એ લોન્ચ કરેલી 'ના વોટ'(મારો મત) નામની નવીન એપ્લિકેશનને રાજ્યના ૨.૬ લાખ લોકોએ ડાઉનલોડ કરી છે.
'ના વોટ'(મારો મત) નામની આ એપ્લિકેશન દ્વારા લોકો મતદાર યાદીમાંથી પોતાનો વોટર આઈડી નંબર શોધી શકશે. આ ઉપરાંત તેની મદદથી મત વિસ્તારો પ્રમાણે ઉમેદવારોના નામ અને બુથ લેવલ ઓફિસર્સ(બીએલઓ)ની માહિતી પણ મેળવી શકાશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FIpDjA
via Latest Gujarati News
0 Comments