ભારતના એમિસેટ સહિત 29 ઉપગ્રહો સાથે ઇસરોનું રોકેટ આજે રવાના થશે


ચેન્નાઇ, તા. 31 માર્ચ, 2019, રવિવાર

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઇસરો)એ પોતાની સિદ્ધિઓ વડે વિશ્વભરમાં ડંકો વગાડયો છે. ત્યારે ઇસરોની યશ કલગીમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થવા જઇ રહ્યો છે.

 ભારતના રક્ષા સેટેલાઇટ એમિસેટ અને અન્ય દેશોના ૨૮ મળીને કુલ ૨૯ નેનો સેટેલાઇટ સાથે આજે ઇસરોનું રોકેટ ઉડાન ભરશે. રવિવારે સવારે ૬.૨૭ કલાકથી લોન્ચિંગ માટેનું ૨૭ કલાકનું કાઉન્ટડાઉન શરૃ થયુ હતું.

આજે સવારે ૯.૨૭ કલાકે શ્રીહરિકોટા ખાતના બીજા લોન્ચપેડ પરથીં પીએસએલવી - સી૪૫ લોન્ચ કરાશે. આ મિશન ઇસરો માટે મહત્વનું છે કેમકે ઇસરો પ્રથમ વખત ઉપગ્રહોને ત્રણ અલગ અલગ ભ્રમણકક્ષમા તરતા મુકશે. ઉપરાંત રોકેટમાં પ્રથમ વખત સોલાર પેનલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઇસરોના જણાવ્યા અનુસાર ૪૩૬ કિલોના એમિસેટ ઉપગ્રહને ૭૪૯ કિમીની ભ્રમળકક્ષામાં પ્રસ્થાપિત કરશે. ત્યારબાદ રોકેટના ચોથા સ્ટેજને  રિસ્ટાર્ટ કરાશે અને રોકેટ ૫૦૪ કિમીની ઉંચાઇ પર આવશે જ્યાં અન્ય દેશોના ૨૮ ઉપગ્રહો કે જેમનુ કુલ વજન ૨૨૦ કિલો છે તેમને તરતા મુકશે. ફરીથી રોકેટ ૪૮૫ કિમીની ભ્રમણકક્ષામાં આવીને પ્રાયોગિક વજન લઇ જવા માટે પે લોડ પ્લેટફોર્મમાં બદલાઇ જશે.

જે ઇસરોના ઇતિહાસમાં પ્રથમ વાર બનશે. ભારતના રક્ષા સેટેલાઇટ એમિસેટને ડીઆરડીઓ દ્વારા રડાર નેટવર્કના અવલોકન માટે ખાસ તૈયાર કર્યો છે.   કુલ ૨૯ ઉપગ્રહોમાં ૨૪ અમેરિકાના, ૨ લુથાનિયાના, ૧ સ્પેઇન, ૧ સ્વિત્ઝર્લેન્ડનો અને એક ભારતનો ઉપગ્રહ છે. પોલાર રોકેટ લોન્ચિંગ વ્હિકલ(પીએસએલવી) વિશ્વના શ્રેષ્ઠ રોકેટ લોન્ચરોમાનું એક છે. ભારતના બે મહત્વના મિશન ચંદ્રયાન(૨૦૦૮) અને માર્સ ઓરબિટ(૨૦૧૩) નું લોન્ચિંગ પણ પીએસએલવી દ્વારા કરવામાં આવ્યુ હતું.

અત્યારસુધીમાં રોકેટને માત્ર બે વખત જ નિષ્ફળતા મળી છે.  અત્યાર સુધીમાં ૪૩ સફળ લેનચિંગ પીએસએલવી દ્વારા કરાયા છે.  આ સિવાય ઇસરો એપ્રિલ માસમાં ચંદ્રયાન ૨ ને લોન્ચ કરવાની તૈયારી પણ કરી રહ્યુ છે. આ અગાઉ પીએસએલવી - સી ૩૭ દ્વારા એક સાથે૧૦૪ ઉપગ્રહોને અવકાશમાં તરતા મુકાયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V9Ev10
via Latest Gujarati News

Post a Comment

0 Comments