19મીએ અર્જુન મલૈકા પરણી નહીં શકે


મુંબઇ તા.3 એપ્રિલ 2019, બુધવાર

હોનહાર અભિનેતા અર્જુન કપૂર અને એની ગર્લફ્રેન્ડ મોખરાની મોડેલ કમ ડાન્સર મલૈકા અરોરાએ આ માસની 19મીએ લગ્ન કરવાની જાહેરાત કરીહતી. લેટેસ્ટ માહિતી મુજબ આ બંને 19મી એપ્રિલે લગ્ન નહીં કરી શકે.

આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે 19 એપ્રિલે ગૂડ ફ્રાઇ ડે છે. આ દિવસ ઇસાઇ લોકો માટે ખૂબ મહત્ત્વનો ગણાય છે. આ દિવસે લગ્ન જેવું પવિત્ર કાર્ય થઇ શકે નહીં કારણ કે આ દિવસે ઇસા મસીહાને શૂળી પર ચડાવવામાં આવ્યા હતા એટલે ઇસાઇ લોકો શોક મનાવતાં હોય છે. 

આ દિવસે ઇસાઇ લોકો ઉપવાસ કરે છે અને ચર્ચમાં પ્રાર્થના વગેરે ધાર્મિક ક્રિયાઓ કરતાં હોય છે.  મલૈકાએ મૌન છોડીને એક અંગ્રેજી અખબારને કહ્યું કે 19મીેએ અમે પરણવાના છીએ એ સમાચાર ખોટા છે. અમે 19મીએ લગ્ન કરવાના નથી.

અર્જુનના પિતા અને સિનિયર ફિલ્મ સર્જક બોની કપૂરે પણ આ સમાચારને ખોટા અને અફવા સમાન ગણાવ્યા હતા. દરમિયાન એવી માહિતી મળી હતી કે આ બંને પરણે ત્યારે માત્ર અંગત સ્વજનો અને ખાસ ખાસ દોસ્તોને એમાં આમંત્રણ હશે. અર્જુને એક કરતાં વધુ ફિલ્મો જેની સાથે કરી છે એ રણવીર સિંઘ અને દીપિકા પાદુકોણને નિમંત્રિત કરાશે. એ સિવાય કોઇને આમંત્રણ નહીં હોય.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WJlkM4
via Latest Gujarati News

Post a Comment

0 Comments