
મુંબઇ તા.3 એપ્રિલ 2019, બુધવાર
તમે ક્રિકેટના ચાહક હો તો તમે જોયું હશે. 31 માર્ચે રૉયલ ચેલેંજર્સ બેંગલોરે આઇપીએલની સ્પર્ધામાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પરાજય મેળવ્યો. ત્યારબાદ મુંબઇ એરપોર્ટ પર અભિનેત્રી સની લિયોની સાથે રૉયલ ચેલેંજર્સનો કેપ્ટન વિરાટ કોહલી હોય એવી એક વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર દેકારો બોલાવી ગઇ.
આ ક્લીપ જોનારા સૌને નવાઇ એ વાતની લાગી હતી કે વિરાટ કોહલી તો હૈદરાબાદમાં હોવો જોઇતો હતો. એ મુંબઇ એરપોર્ટ પર ક્યાંથી અને સની લિયોની સાથે શું કરતો હતો ?
વાસ્તવિકતા એ હતી કે એ સમયે વિરાટ કોહલી હૈદરાબાદમાં રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ સાથેની મેચની પૂર્વતૈયારીમાં વ્યસ્ત હતો. તો પછી મુંબઇ એરપોર્ટ પર કોણ હતું ? એની તપાસ કરતાં ખબર પડી કે વિરાટ જેવા જ નાકનકશો ધરાવતી એ વ્યક્તિભર સનીનો લિયોલીનો સેક્રેટરી સની રાજાણી હતો. એની સિકલ વિરાટ કોહલીને ખૂબ મળતી આવે છે. એટલે ઇન્ટરનેટ પર દેકારો બોલી ગયો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uEZRrH
via Latest Gujarati News
0 Comments