લગ્ન પહેલાંજ એમી જેક્સન ગર્ભવતી થઇ


ન્યૂયોર્ક / મુંબઇ તા.3 એપ્રિલ 2019, બુધવાર

અભિનેત્રી એમી જેક્સને હજુ લગ્ન કર્યાં નથી પરંતુ એ પ્રેગનન્ટ છે અને એની જાહેરાત ખૂદ એમીએ પોત્તે ઇંગ્લેંડમાં મધર્સ ડેના દિવસે કરી હતી.

એમીને જ્યોર્જ પૈનાઇઓટુ નામનો બૉયફ્રેન્ડ છે અને બંને સ્ટેડી રિલેશનમાં છે. એનાથી પોતે પ્રેગનન્ટ થઇ હોવાનુ એમીએ જાહેર કર્યું હતું. એમીએ સોશ્યલ મિડિયા પર લખ્યું કે આજે દુનિયાભરમાં મધર્સ ડે ઊજવાઇ રહ્યો છે ત્યારે હું મારો આનંદ આપ સૌની સાથે વહેંચી રહી છું અને જણાવું છું કે હું પણ ટૂંક સમયમાં માતા બનવાની છું... મને સારા દિવસો જાય છે...

ઇંગ્લેંડ અમેરિકામાં આવી વાતની કોઇને નવાઇ લાગતી નથી. ત્યાં લગ્ન કર્યા વિના ઘણી યુવતીઓ આ રીતે માતા બનતી હોય છે. એમીએ કરેલી આ જાહેરાતથી ઇંગ્લેંડ-અમેરિકામાં કોઇને આંચકો લાગ્યો નહીં હોય પરંતુ ભારતમાંના કેટલાક જૂનવાણી લોકોને કદાચ આંચકો લાગ્યો હશે. એમીએ ગર્ભવતી દેખાય એ રીતનો ફોટોગ્રાફ પણ સોશ્યલ મિડિયા પર શૅર કર્યો હતો. આ ફોટોગ્રાફમાં એનો બૉયફ્રેન્ડ પણ સાથે દેખાય છે. એમીએ લખ્યું હતું કે ઘણા સમયથી હું આ વાત તમને કરવા માગતી હતી.

એમીએ છેલ્લે સાઉથના ભગવાન મનાતા રજનીકાંતની 2.0 ફિલ્મમાં રોબોટનો રોલ કર્યો હતો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I8EqqO
via Latest Gujarati News

Post a Comment

0 Comments