એસી, ફ્રીઝને ગેસ નહીં પાવડર કરશે ઠંડા, જાણો કેવી રીતે


નવી દિલ્હી, 3 એપ્રિલ 2019, બુધવાર

આજના સમયમાં એસી અને ફ્રીઝ દરેક ઘરની મુખ્ય જરૂરીયાતની વસ્તુઓ થઈ ચુકી છે. જો કે આ વસ્તુઓના ઉપયોગથી ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં લોકોનો ફાળો વધે છે. પરંતુ આ સમસ્યાને દૂર કરી શકાય છે. એસી અને ફ્રીઝને ગેસના બદલે ક્રિસ્ટલ પાવડરના ઉપયોગથી પણ ઠંડા કરી શકાય છે. આ પાવડરનો ઉપયોગ કોસ્મેટિક ઉત્પાદોમાં કરવામાં આવે છે. કાર્બન ઉત્સર્જનમાં ક્રિસ્ટલ પાવડર ખૂબ ઉપયોગી સાબિત થાય છે. નિષ્ણાંતોનો દાવો છે કે પ્લાસ્ટિક ક્રિસ્ટલ તરીકે ઓળખાતો આ પદાર્થ એસી તેમજ ફ્રીઝમાં ઉપયોગ થતા ગેસના પ્રમાણમાં પર્યાવરણ માટે શ્રેષ્ઠ છે. 

વૈજ્ઞાનિકોના મતાનુસાર ક્રિસ્ટલ પાવડર ગેસની સરખામણીમાં એક હરિત વિકલ્પ સાબિત થાય છે. લિક્વિડ અને ગૈસીય અવસ્થા વચ્ચે ગેસના દબાણના કારણે ફ્રીઝ ઠડું થાય છે. આ રિએક્શનમાં હીટ નથી હોતી જેના કારણે કૂલિંગ વધે છે. નવી સિસ્ટમમાં પણ આ જ પ્રક્રિયા થાય છે પરંતુ તેમાં ક્રિસ્ટલ પાવડરના દબાણને સપ્લાઈ કરી દેવામાં આવે છે. 

વર્તમાન સમયમાં દુનિયામાં એક તૃતિયાંશ વીજળીનો ઉપયોગ ફ્રીઝ અને એસીમાં થાય છે. તેવામાં પ્લાસ્ટિક ક્રિસ્ટલ કૂલિંગને પ્રભાવશાળી બનાવશે તેની સાથે ઊર્જાની ખપત પણ ઘટશે. આ ક્રિસ્ટલમાં પાવડર જેવું ટેક્સચર હોય છે જે અન્ય પદાર્થની સરખામણીમાં દસ ગણી વધારે ઊર્જા અવશોષિત કરે છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OGRW67
via Latest Gujarati News

Post a Comment

0 Comments