કંગાળ બની ગયેલી જેટ એરવેઝના માત્ર 20 વિમાનો ઉડાન ભરી રહ્યા છે

નવી દિલ્હી, તા.3 એપ્રિલ 2019, બુધવાર

દેશની સૌથી જુની પ્રાઈવેટ એરલાઈન્સ જેટ એરવેઝ કંગાળ બની ચુકી છે. કંપનીની એવી હાલત થઈ છે કે, હાલમાં તેના માત્ર 20 વિમાનો ઉડાન ભરી રહ્યા છે. જેના પગલે હવે તે વિદેશી ફ્લાઈટ ઓપરેટ પણ નહી કરી શકે.

કંપની પાસે ડોમેસ્ટિક સેક્ટરમાં ઉડાન ભરવા માત્ર 12 વિમાનો બચ્યા છે. જેમાં 10 737 એનજીટી, સાત એટીઆર અને 12 એરબસ 330 તથા બોઈંગ 777 સામેલ છે.

ભારતના નિયમો પ્રમાણે કોઈ પણ એરલાઈન્સ પાસે 20 વિમાન અને રોજની 120 ડોમેસ્ટિક ફ્લાઈટ હોવી જોઈએ તો જ તે કંપની વિદેશી ફ્લાઈટ ઓપરેટ કરી શકે છે.

પહેલા વિદેશી પાયલોટોને બળજબરથી રજા પર ઉતાર્યા બાદ જેટ એરવેઝે હવે બોઈંગ 737 વિમાન  ઉડવાનારા પાયલોટોને પણ સપ્ટેમ્બર મહિના સુધી વગર પગારની રજા પર ઉતારી દીધા છે.

જેટ એરવેઝ પાસે 1500 પાયલોટ છે. જેમાંથી 1100 પાયલોટ નેશનલ એવિએટર ગિલ્ડ સાથે જોડાયેલા છે. આ 1500 પૈકી ઘણા પાયલોટ હવે બીજી એરલાઈન સાથે જોડાઈ ગયા છે. પાયલોટો હવે કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર નોકરી છોડી શકે છે. કારણકે તેમને છેલ્લા ત્રણ મહિનાથી કંપનીએ કોઈ પગાર આપ્યો નથી.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vh0Rh5
via Latest Gujarati News

Post a Comment

0 Comments