
અમદાવાદ, તા.2 એપ્રિલ, 2019, મંગળવાર
પ્રતિકૂળ અહેવાલો વચ્ચે પણ આગામી સમયમાં રિઝર્વ બેંક વ્યાજ દરમાં ફરીથી ઘટાડો કરશે તેવી પ્રબળ આશા વચ્ચે બીએસઈ સેન્સેક્સ આજે ૩૯૦૦૦ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહેવામાં સફળ નીવડયો હતો.
આજે જાહેર થયેલા મેન્યુ. પીએમઆઇના આંકડા નબળા રહેવાની સાથોસાથ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધવાનાં અહેવાલો માથે હોવા છતાંય આગામી ગુરૃવારે રિઝર્વ બેંક વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવા પ્રબળ આશાવાદ સાથે નીકળેલ નવી લેવાલી પાછળ આજે સુધારાની ચાલ આગળ વધી હતી.
ઉપરોક્ત અહેવાલો પાછળ પ્રારંભિક સામાન્ય મુવમેન્ટ બાદ નીકળેલી નવી લેવાલી પાછળ બજારમાં સુધારો આગળ વધ્યો હતો અને કામકાજના અંતે સેન્સેક્સ ૧૮૪.૭૮ પોઇન્ટ વધીને ૩૯૦૫૬.૬૫ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ બંધ રહ્યો હતો.
બીજી તરફ એનએસઈનો નિફટી ઈન્ડેક્સ ૪૪.૦૫ પોઇન્ટ વધીને ૧૧૭૧૩.૨૦ની સપાટીએ મક્કમ હતો. સેન્સેક્સ આજે નવી ટોચે પહોંચ્યો હોવા છતાં બીએસઈ ખાતે માર્કેટ બ્રેડથ નેગેટીવ રહ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uHp30v
via Latest Gujarati News
0 Comments