પ્રિયંકા ગાંધી વિશે વધુ એક ભાજપ નેતાની અણછાજતી કોમેન્ટ

નવી દિલ્હી, તા. 3 એપ્રિલ 2019, બુધવાર

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચારમાં પણ તેજી આવી રહી છે. ચૂંટણી પ્રચારના ગરમાવા વચ્ચે નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો પણ આવી રહ્યાં છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ જ્યારથી વિધિવત્ રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે ત્યારથી ભાજપના નેતાઓ અવારનવાર તેમના વિશે વિવાદાસ્પદ નિવેદન આપતા રહ્યાં છે.

હવે ભાજપના એક નેતાએ ફરી વખત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાે લઇને આપત્તિજનક ટિપ્પણી કરી છે. ભાજપ નેતા જયકરણ ગુપ્તાએ કહ્યું કે સ્કર્ટવાળી બાઇ સાડી પહેરીને મંદિરમાં માથા ટેકવી રહી છે. ભાજપ નેતાના આ નિવેદનની સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઇ રહી છે.

મેરઠમાં એક જાહેર સભાને સંબોધિત કરતા જયકરણ ગુપ્તાએ કહ્યું કે કોંગ્રેસ પૂછે છે કે અચ્છે દિન આવ્યા કે નહીં? તેમને અચ્છે દિન દેખાતા નથી. એક સ્કર્ટવાળી બાઇ સાડી પહેરીને મંદિરમાં માથું ટેકવવા લાગી અને ગંગાજળથી પરહેજ કરતા લોકો ગંગાજળનું આચમન કરવા લાગ્યાં. જયપ્રકાશ ગુપ્તાએ જે જાહેર સભામાં આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું એ સભામાં ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય પણ ઉપસ્થિત હતાં.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીને લઇને ભાજપ નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોનો સિલસિલો જારી છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ રાહુલ ગાંધીને પપ્પુ તેમજ પ્રિયંકા ગાંધીને પપ્પુની પપ્પી કહ્યાં હતાં. એ વખતે પણ મહેશ શર્માના નિવેદન પર રાજકીય પક્ષોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K3BfTO
via Latest Gujarati News

Post a Comment

0 Comments