PM મોદી આજે મમતાના ગઢમાં: પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાનની બે રેલી

નવી દિલ્હી, તા. 3 એપ્રિલ 2019, બુધવાર

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને પ્રચારમાં લાગેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહેલી વખત પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. PM મોદીની આજે પશ્ચિમ બંગાળમાં બે રેલીઓ યોજાશે. વડાપ્રધાન બપોરે 12:30 વાગ્યે સિલિગુડીમાં જાહેર સભા સંબોધશે, તો બપોરે 3:30 વાગ્યે કોલકાતાના બ્રિગેડ મેદાન પર બીજી રેલીને સંબોધશે.

સિલિગુડી દાર્જિલિંગ લોકસભા ક્ષેત્રનો વિસ્તાર છે. વર્ષ 2014માં આ બેઠક ભાજપના કબજામાં આવી હતી. ભાજપના એસ.એસ. અહલુવાલિયા અહીંયાથી સાંસદ છે, આ પહેલાં ભાજપના જસવંત સિંહ સાંસદ રહી ચૂક્યાં છે. તો કોલકાતાનું બ્રિગેડ મેદાન એ જ સ્થળ છે જ્યાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ 22 દળોને મેળાવડો જમા કર્યો હતો.

પશ્ચિમ બંગાળ પહેલા PM મોદી અરુણાચલ પ્રદેશના પસિઘાટમાં સવારે 10:30 વાગ્યે ચૂંટણી સભાને સંબોધિત કરશે. તો સાંજે તેઓ મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં જાહેર સભા સંબોધશે. ગોંડિયામાં સાંજે 6:30 વાગ્યે વડાપ્રધાન મોદીની રેલી યોજાવાની છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ud6y3h
via Latest Gujarati News

Post a Comment

0 Comments