ભારતના દબાણના કારણે એફએટીએફ પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરી શકે છે : પાક. વિદેશમંત્રી


લાહોર, તા.2 એપ્રિલ, 2019, મંગળવાર

પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ એવું નિવેદન આપ્યુ છે કે, ભારતના લોબિંગના કારણે ફાઇનાન્સીયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરી શકે છે. 

જો આવુ થયુ તો પાકિસ્તાનને દર વર્ષે ૧૦ બિલિયન અમેરીકી ડોલરનું નુકસાન વેઠવાનો વારો આવશે. ગયા વર્ષે જુનમાં એફએટીએફ દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકવામાં આવ્યુ હતુ. ગ્રે લિસ્ટમાં એવા લોકોને મુકવામાં આવે છે કે જેઓ મની લોન્ડરીંગ અને આતંકી પ્રવૃતિઓને મળતી નાણાકીય સહાય રોકવામાં નિષ્ફળ ગયા હોય. 

પુલવામામાં હુમલા પછી જૈશ-એ-મોહમદ જેવા આતંકી સંગઠનો પર અંકુશ લાવવા માટે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યુ છે. એફએટીએફના તજજ્ઞાોની એક ટીમે હાલમાં જ પાકિસતાનની મુલાકાત લીધી હતી. આર્થિક ગુનાખોરી રોકવા માટે સૈશ્વિક માપદંડો પ્રમાણે પાકિસ્તાને શું પગલા લીધા છે તેની સમિક્ષા કરવા માટે આ ટીમ આવી હતી. અવલોકન બાદ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવું કે નહી તેના પર નિર્ણય કરાશે.

ત્રિ દિવસીય મુલાકાત બાદ એફએટીએફ અધિકારીઓએ જણાવ્યુ કે પાકિસ્તાને કોઇ પણ પ્રકારના ઠોસ પગલાઓ લીધા નથી. એફએટીએફના સદસ્યોએ પાક. સામે સવાલ કર્યો છે કે આંતરરાષ્ટ્રીય માંગ મુજબ પ્રતિબંધિત સંગઠનો સામે કોઇ પગલા કેમ નથી લેવાયા? પ્રતિબંધિત તેમજ બિન લાભદાયી સંસ્થાઓની તપાસ કેમ નથી કરવામાં આવી? આવી સંસ્થાઓને ફંડ ક્યાંથી મળે છે તેની પણ તપાસ નથી કરાઇ.

પાકિસ્તાનની મુલાકાત બાદ એફએટીએફના અધ્યક્ષે લખ્યુ છે કે એશિયા પેસેફિક જોઇન્ટ ગૃપમાં ભારતની જગ્યા પર કોઇ બીજા દેશની નિમણૂંક કરવામાં આવે જેથી સમગ્ર પક્રિયા નિષ્પક્ષ રહે. આવતા જુન મહિનામાં એફએટીએફની રિવ્યુ કરશે.

આ દરમિયાન પાકિસ્તાન ૧૬ પોઇન્ટસની અંદર પોતાની વાત રજુ કરશે. હાલમાં જ ઇમરાન ખાનની સરકારે એક આતંકી સંગઠન પર ઔપચારીક પ્રતિબંધ મુક્યો છે. જો એફએટીએફ પાક.ને બ્લેક લિસ્ટમાં મુકશે તો તેની મુશ્કેલીમાં વધારો થશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CRpGt0
via Latest Gujarati News

Post a Comment

0 Comments