
નવી દિલ્હી,તા.20.એપ્રિલ 2019, શનિવાર
કરણ જોહરના એક ટીવી શોમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની લોકપાલ કમિટીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કે એલ રાહુલ અને હાર્દિક પંડ્યાને 20-20 લાખ રુપિયા દંડ ફટકાર્યો છે.
આ રકમમાંથી તેઓ 1-1 લાખ રુપિયા અર્ધલશ્કરી દળોના 10 શહીદ સૈનિકોના પરિવારોને આપશે અને 10 લાખની રકમ અંધજનોના ક્રિકેટ માટે ડોનેટ કરશે.તેમણે ચાર સપ્તાહમાં દંડની રકમ જમા કરાવવાની રહેશે.જો તેઓ આ રકમ જમા નહી કરાવે તો તેમની મેચ ફીમાંથી વસૂલ કરાશે.
સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલા લોકપાલ ન્યાયૂમર્તિ ડી કે જૈને રાહુલ અને પંડ્યાને ગયા સપ્તાહે નોટિસ ફટકારીને સુનાવણીમાં હાજર રહેવા કહ્યુ હતુ.
ગત જાન્યુઆરી મહિનામાં પ્રસારીત થયેલા ટીવી શોમાં રાહુલ અને પંડ્યાએ કરેલી ટિપ્પણીને લઈને વિવાદ થયો હતો.તેમને સસપેન્ડ કરી દેવાયા હતા અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પાછા બોલાવી લેવાયા હતા.જોકે તાજેતરમાં તેમના પરનો પ્રતિબંધ તપાસ પુરી ના થાય ત્યાં સુધી હટાવી લેવાયો હતો.
હાલમાં આઈપીએલ રમી રહેલા આ બંને ખેલાડીઓની વર્લ્ડ કપ ટીમમાં પણ પસંદગી થઈ છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Utq06Y
via Latest Gujarati News
0 Comments