કુમારસ્વામીએ માનસિક સંતુલન ગુમાવી દીધુ છે, ગમે તેમ બોલે છે: બીએસ યેદિયુરપ્પા

નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2019 શનિવાર

લોકસભા ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સૌથી વધારે રાજકીય હલચલ સાઉથમાં જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર બન્યા બાદ લોકસભામાં ભાજપ કર્ણાટકમાં બીજીવાર સત્તા પર આવવા ઈચ્છે છે.

મુખ્યમંત્રી કુમારસ્વામી પર નિશાન સાધતા યેદિયુરપ્પાએ કહ્યુ કે જો કુમારસ્વામી 2 વર્ષ અગાઉ જાણતા હતા તેમણે પોલીસ અથવા રાષ્ટ્રપતિને આ વિશે માહિતી આપવાની હતી. તેઓ  આપણા 40 જવાનોનું જીવન બચાવી શકત. કુમારસ્વામીએ કહ્યુ હતુ કે તે બે વર્ષ પહેલા જ જાણતા હતા કે પુલવામામાં આતંકી હુમલો થશે. યેદિયુરપ્પાનો આ નિવેદન વિશેની પ્રતિક્રિયા આપતો વળતો જવાબ હતો. 

કર્ણાટકની ચર્ચિત મંડ્યા લોકસભા બેઠક પર લડત ઘણી રસપ્રદ છે. અહીંથી એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ ગૌડા ચૂંટણી લડી રહ્યા છે. જે એક ફિલ્મ અભિનેતા પણ છે અને તેમના વિરુદ્ધ નિર્દલીય રીતે ચર્ચિત દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી સુમાલાથા અંબરીશ ચૂંટણી લડી રહ્યા છે. 

આ વિશે ટિપ્પણી કરતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ, મંડ્યામાં સુમાલાથા અંબરીશ ટક્કર આપી રહ્યા છે અને તે મંડ્યા જિલ્લાની બેઠક જીતી શકે છે. આ કારણથી કુમારસ્વામી 1 અઠવાડિયા સુધી લગભગ આ બેઠક માટે સક્રિય હતા. જે બાદ તેમણે પોતાનું માનસિક સંતુલન ખોઈ દીધુ અને મનમાં આવ્યુ તે બોલવા લાગ્યા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pi1R2z
via Latest Gujarati News

Post a Comment

0 Comments