ઉનાળામાં ત્વચા માટે બેસ્ટ છે ટામેટું, આ 4 સમસ્યા કરે છે દૂર


અમદાવાદ, 20 એપ્રિલ 2019, શનિવાર

આપણા ઘરમાં શાકભાજીનો સ્ટોક તો હોય જ છે. તેમાંથી કેટલીક સામગ્રી એવી હોય છે જેનો ઉપયોગ આપણે ત્વચાને સુંદર બનાવવા માટે પણ કરી શકીએ છીએ. આ સામગ્રીઓમાંથી ત્વચા માટે બેસ્ટ છે ટામેટું. ટામેટાનો ઉપયોગ દાળ શાકમાં તો કરવામાં આવે જ છે પરંતુ ઉનાળામાં ટામેટાનો ઉપયોગ ત્વચા પર પણ કરવો જોઈએ. ટામેટાથી ત્વચામાં ગ્લો આવે છે અને સાથે જ ખીલ, ડાઘ અને ઓઈલી ત્વચાની તકલીફ દૂર થાય છે. તો ચાલો વિસ્તારથી જાણીએ કે ટામેટાથી કયા કયા લાભ થાય છે.

તૈલીય ત્વચા

ટામેટાને સાફ કરી અને 1 મિનિટ માટે હુંફાળા પાણીમાં રાખો. ત્યારબાદ તેનો રસ કાઢી તેમાં 4 ટીપા લીંબૂના રસના ઉમેરો અને તેને ચહેરા તેમજ ગળા પર લગાવો. 5 મિનિટ પછી ચહેરો સાફ કરી લો. આ પેક સપ્તાહમાં 2 વાર લગાવવો. થોડા જ દિવસોમાં તૈલીય ત્વચાની સમસ્યા દૂર થઈ જશે. 

સન ટેનથી રાહત 

ઉનાળાના તડકામાં થોડીવાર પણ બહાર નીકળવાનું થાય એટલે સન ટૈનિંગ થઈ જાય છે. આ તકલીફને દૂર કરવા માટે ટામેટાની પેસ્ટ બનાવી તેમાં ઓટમીલ અને એક ચમચી દહીં ઉમેરી તેને ચહેરા તેમજ ગરદન પર લગાવો. 10 મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

ગ્લોઈંગ સ્કીન માટે

જો ચહેરાની ત્વચા ડલ થઈ ગઈ હોય તો ટામેટાનો રસ કાઢી તેમાં ચંદન પાવડર, ગુલાબ જળ ઉમેરી આ ફેસપેકનો ઉપયોગ કરો. 5 મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો 2 સપ્તાહમાં જ ત્વચાનો રંગ નીખરવા લાગશે.

ખીલની સમસ્યા

ટામેટાનો રસ કાઢી ચહેરા પર નિયમિત લગાવો. 20 મિનિટ સુધી રસ ચહેરા પર લગાવી રાખવો અને પછી ચહેરો સાફ કરી લેવો. ખીલ દૂર થવા લાગશે. 



from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xuw2X3
via Latest Gujarati News

Post a Comment

0 Comments