દક્ષિણ અને મધ્ય એશિયા માટેના પૂર્વ સહાયક વેપાર મંત્રી માર્ક લિનસ્કોટે ચર્ચા કરી
વોશિંગ્ટન, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર
સામ્યવાદી દેશને બદલે વિકલ્પરૃપે ભારતમાં અનેક તકો મળતી હોવાનું માનીને અમેરિકાના એક ટોચના એડવોકેસી જુથે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી પછી લગભગ ૨૦૦ કંપનીઓ ચીનના પોતાના ઉત્પાદન એકમો બંધ કરીને ભારત આવવા વિચારી રહી છે.યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજીક એન્ડ પાર્ટનરશિપ ફોરમના પ્રમુખ મુકેશ આઘીએ કહ્યું હતું કે અમેરિકન કંપનીઓ ભારતમાં રોકાણ કરીને ચીનના વિકલ્પ રૃપે ભારતમાં જવા અંગે અમારી સાથે ચર્ચા કરે છે.
તેમણે કહ્યું હતું કે નવી સરકારને અમારી ભલામણ સુઘારામાં ઝડપ લાવવા અને નિર્ણાયક તબક્કે પારદર્શિતા લાવવાનો સમાવેશ થાય છે.
'હું માનું છું કે તે ખૂબ જ મહત્ત્વનું છે. પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવા અમે તેમને કહીશું. છેલ્લા ૧૨થી ૧૮ મહિનામાં અમે જોયું હતું કે અમેરિકન કંપનીઓ ઇ-કોમર્સ અથવા તો સ્થાનિક કક્ષાએ ડેટા જેવા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ માટે તેઓ પ્રયાસો કરે છે.તેમને વૈશ્વિકને બદલે સ્થાન સ્તરે કામ કરવામાં વધુ રસ છે'એમ તેમણે કહ્યું હતું.નવી સરકારનું એજન્ડા શું હોવું જોઇએ? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે વધુ પારદર્શિતા અને સુધારામાં ઝડપ લાવવી જોઇએ.
તેમણે કહ્યું હતું કે દક્ષિણ અને મધ્ય એશિયા માટેના પૂર્વ સહાયક વેપાર મંત્રી માર્ક લિનસ્કોટ ભારતને શું કરવાની જરૃર છે તેની ભલામણો કરવા અંગે અમારી સભ્ય કંપનીઓ સાથે ચર્ચા કરે છે.ઉપરાંત વધુ નિકાસ કરવા કેવા પગલાં લેવા જોઇએ તે અંગે પણ રસ્તાઓ શોધે છે. તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ભારતને ફાયદો થશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XPtqTK
via Latest Gujarati News
0 Comments