(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર
લોકસભા ચૂંટણીના આગામી સપ્તાહમાં સોમવારે મુંબઈ સહિત દેશના વિવિધ ભાગોમાં ૨૯,એપ્રિલ ૨૦૧૯ના યોજાનારા ચોથા તબક્કાના મતદાનને લઈ ભારતીય શેર બજારો સોમવારે બંધ રહેનાર હોવા સાથે બુધવારે ૧,મે,૨૦૧૯ના મહારાષ્ટ્ર દિન નિમિતે શેર બજારો બંધ રહેનાર હોઈ આગામી ત્રણ ટ્રેડીંગ સત્રના સપ્તાહમાં મતદાન સાથે આ વખતે દરેક તબક્કા બાદ પરિણામો કઈ તરફનો ઝુંકાવ બતાવશે એની વધતી અનિશ્ચિતતાએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ આંચકા સાથે અફડાતફડી વધવાની સંભાવના છે. ચૂંટણીની સાથે સાથે કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૧૯ના અંતના ચોથા ત્રિમાસિકની સીઝન પણ ખાસ સરાહનીય નહીં નીવડી રહી હોઈ પરિણામોની નેગેટીવ અસરે ફંડોની દરેક ઉછાળે વેચવાલી વધવાની શકયતા છે.
પરિણામોની સાથે રૂપિયા સામે અમેરિકી ડોલર ફરી મજબૂત બનતો જઈને ગત સપ્તાહમાં રૂ.૭૦ની સપાટી કુદાવી જવા સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઈરાન પરના અમેરિકાના આર્થિક પ્રતિબંધોમાં હવે ભારત, ચાઈના સહિતના દેશોને ઈરાનમાંથી ક્રુડની આયાતમાં છૂટ-રાહતને નહીં લંબાવવાના સંકેતે બ્રેન્ટ ક્રુડ ૭૫ ડોલરની સપાટી કુદાવી જતાં ભારત માટે જોખમ વધ્યું છે. અલબત સપ્તાહના અંતે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઓપેક દેશોને ક્રુડના ભાવ અંકુશમાં રાખવા ચેતવણીએ ક્રુડના ભાવ વધ્યામથાળેથી ઘટયા છે, પરંતુ હજુ અન્ડરટોન તેજીનો રહેતાં ક્રુડ અને ડોલરની મજબૂતીનું જોખમ યથાવત રહી બજારમાં સાવચેતી વધવાની સંભાવના છે.
લોકસભા ચૂંટણી : ૧૩૩ સીટોમાં વર્ષ ૨૦૧૪ની તુલનાએ ઓછું મતદાન થયું : વધતી અનિશ્ચિતતા
લોકસભા ચૂંટણી પર મીટ માંડી બેસેલા શેરબજારના મોટા વર્ગ માટે અત્યાર સુધીમાં ત્રણ તબક્કાના યોજાઈ ગયેલા મતદાનમાં ૩૦૩ સીટો માટે થયેલા મતદાનની ટકાવારીના આંકડા રસપ્રદ રહેશે. આ ૩૦૩ સીટો માટે યોજાઈ ગયેલી ચૂંટણીમાંથી વાસ્તવમાં ૧૩૩ સીટોમાં વર્ષ ૨૦૧૪ની ચૂંટણીની તુલનાએ ઓછું મતદાન થયું હોવાના આંકડાએ પરિણામો અનિશ્ચિતતા વધારનારા નીવડશે. એટલે કે અત્યાર સુધી યોજાયેલા ૩૦૩ સીટો માટેના મતદાનમાંથી ૪૩.૮૯ ટકા સીટોમાં તુલનાત્મક ઓછું મતદાન થયું છે. ગુજરાતમાં ૧૨ સીટોમાં તુલનાત્મક ઓછું મતદાન અને મહારાષ્ટ્રમાં ૧૭ સીટોમાં અત્યાર સુધી ઓછું મતદાન થયાના આંકડાએ આ વખતની ચૂંટણીમાં કોનું પલડું ભારે રહેશે અને કોણ બાઝી મારશે એની અનિશ્ચિતતા રહેશે. જેથી આ વખતે ચૂંટણીના પેન્ડોરા બોક્સમાંથી શું નીકળશે? કોઈ અપસેટ સર્જોશે કે એ કળવું મુશ્કેલ બની રહ્યું હોઈ આ વખતની ચૂંટણીનો ટ્રેન્ડ પારખવો મોટી મૂંઝવણ બની રહેશે.
કોર્પોરેટ પરિણામોમાં હવે કોટક મહિન્દ્રા બેંક, બ્રિટાનીયા, હિન્દુસ્તાન યુનિલિવર, ટીવીએસ મોટર, ટાટા પાવર પર નજર
કોર્પોરેટ પરિણામોની સીઝન આ વખતે સાધારણ થી નબળા પરિણામોની નીવડી રહી છે, ત્યારે આગામી સપ્તાહમાં જાહેર થનારા કંપનીઓના પરિણામોમાં મંગળવારે ૨૯,એપ્રિલ ૨૦૧૯ના કોટક મહિન્દ્રા બેંક, ટીવીએસ મોટર અને અંબુજા સિમેન્ટ તેમ જ બુધવારે ૧,મે ૨૦૧૯ના બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ અને ગુરૂવારે ૨,મે ૨૦૧૯ના ટાટા પાવર, ડાબર ઈન્ડિયાના રિઝલ્ટ તેમ જ શુક્રવારે ૩,મે ૨૦૧૯ના રોજ હિન્દુસ્તાન યુનિલિવરના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે.
ક્રુડના ભાવ, રૂપિયા-ડોલરના મૂલ્ય, એપ્રિલના મેન્યુફેકચરીંગ પીએમઆઈ આંક, યુ.એસ.ફેડરલ રિઝર્વની મીટિંગ પર નજર
આગામી સપ્તાહમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મુંબઈ-મહારાષ્ટ્ર સહિતમાં યોજાનારા મતદાનને લઈ શેર બજારો સોમવારે ૨૯,એપ્રિલના બંધ રહેનાર હોવા સાથે બુધવારે ૧,મે ૨૦૧૯ના મહારાષ્ટ્ર દિન નિમિતે બંધ રહેનાર હોઈ ત્રણ ટ્રેડીંગ સત્રના સપ્તાહમાં લોકસભા ચૂંટણી સાથે કોર્પોરેટ પરિણામો પર નજર રહેશે. આ સાથે ક્રુડ ઓઈલના ભાવ ટ્રમ્પની ઓપેક દેશોને ચેતવણીએ ગત સપ્તાહના અંતે તૂટીને બ્રેન્ટ ૭૨.૧૫ ડોલર સુધી આવી જતાં ક્રુડ ઓઈલના ભાવ પર નજર રહેશે. જ્યારે ભારતના એપ્રિલ મહિના માટેના નિક્કી ઈન્ડિયા મેન્યુફેકચરીંગ પીએમઆઈ આંક ગુરૂવારે ૨,મે ૨૦૧૯ના જાહેર થનારા હોવા સાથે રૂપિયા સામે અમેરિકી ડોલર મજબૂત બનીને રૂ.૭૦ની સપાટી કુદાવી ગયો હોઈ આ મૂલ્ય પર નજર રહેશે. જ્યારે આંતરરાષ્ટ્રીય મોરચે યુ.એસ.ફેડરલ રિઝર્વની વ્યાજ દરો નક્કી કરવા ૩૦,એપ્રિલ અને ૧,મે ૨૦૧૯ના યોજાનારી મીટિંગ તેમ જ અમેરિકાના આઈએસએમ મેન્યુફેકચરીંગ પીએમઆઈ એપ્રિલ મહિનાના માટેના બુધવારે ૧,મે ૨૦૧૯ના જાહેર થનાર હોવા ઉપરાંત ચાઈનાના કેઈઝિન મેન્યુફેકચરીંગ પીએમઆઈ આંક એપ્રિલ મહિનાના માટેના ગુરૂવારે ૨,મે ૨૦૧૯ના જાહેર થનારા આંક પર બજારની નજર રહેશે. આમ આગામી ઈવેન્ટફુલ સપ્તાહમાં સેન્સેક્સ ૩૮૬૭૭ તૂટતાં ૩૮૨૮૮ અને નિફટી ૧૧૬૩૩ તૂટતાં ૧૧૫૨૨ જોવાય એવી શકયતા છે.
ડાર્ક હોર્સ : લક્ષ્મી ઈલેકટ્રીકલ કન્ટ્રોલ સિસ્ટમ્સ લિ.
સંપૂર્ણ ડેટ-ઋણ મુકત, રૂ.૧૦ પેઈડ-અપ, માત્ર બીએસઈ લિસ્ટેડ(૫૦૪૨૫૮) ISO 9001:2008 certified, Sprecher + schuh-switzerland સાથે કોલોબ્રેશન દ્વારા વર્ષ ૧૯૮૧માં સ્થાપેલ, વાર્ષિક રૂ.૩૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતા ગુ્રપ લક્ષ્મી મશીન વર્કસ લિમિટેડની કંપની, લક્ષ્મી ઈલેકટ્રીકલ કન્ટ્રોલ સિસ્ટમ્સ લિમિટેડ( LAKSHMI ELECTRICAL CONTROL SYSTEMS LTD), ટેક્સટાઈલ મશીનરી, મશીન ટુલ્સ, એપીએફસી, એનજીૅ સેવર લાઈટીંગ, કોમ્પ્રેશર અને ઘણા અન્ય એપ્લિકેશન્સ માટે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કસ્ટમ-એન્જિનિયર્ડ કન્ટ્રોલ પેનલના અગ્રણી મેન્યુફેકચરર્સ પૈકી એક, એલઈસીએસ સંપૂર્ણ નિપૂર્ણતા અને સંપૂર્ણ ડિઝાઈન સોલ્યુશન્સ અને રેડી ટુ ફીટ પ્રોડક્ટસ સાથે એન્જિયરીંગ પ્લાસ્ટિક કોમ્પોનન્ટસના મેન્યુફેકચરીંગ કરતી કંપની છે. કંપની રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ-આર એન્ડ ડીમાં મજબૂત બેકગ્રાઉન્ડ ધરાવે છે. કંપની બે મેન્યુફેકચરીંગ ડિવિઝન એન્જિનિયરીંગ અને ટુલીંગ થકી કાર્યરત છે.
(૧) કન્ટ્રોલ પેનલ્સમાં ઓટોમેટિક પાવર ફેકટર કરેકશન, એનજીૅ સેવર, લાઈટીંગ, ટેક્સટાઈલ મશીનરી પેનલ્સ, સીએનસી મશીનીંગ સેન્ટર પેનલ્સ, વેરીએબલ ફ્રિક્વન્સિ ડ્રાઈવ કન્ટ્રોલ પેનલ્સ, પ્રોસેસ કન્ટ્રોલ પેનલ્સ, મોટર કન્ટ્રોલ સેન્ટર, એમવી અને એલવી કન્ટ્રોલ પેનલ્સ.
(૨) એન્જિયનિયરીંગ પ્લાસ્ટિક કોમ્પોનન્ટસમાં થર્મો પ્લાસ્ટિક ઈન્જેકશન મોડલ્યુલર, એલવી સ્વીચગીયર કોમ્પોનન્ટસ માટે ખાસ જીએફ-એફઆર મટીરીયલ્સ(યુએલ માન્ય) ખાસ પ્રોસેસ, થર્મોસેટ ઈન્જેકશન મોલ્ડિંગ. કંપનીના કુલ વેચાણમાં ઈલેકટ્રીકલ પેનલ્સની આવક ૯૦ ટકા અને પ્લાસ્ટિક કોમ્પોનન્ટસની ૯ ટકા તથા વિન્ડ પાવર જનરેશનની ૧ ટકા હિસ્સો છે. આમ કુલ ૧૦૦ ટકા આવકમાં આ અલગ અલગ હિસ્સો છે.
કંપનીના રોકાણો-ઈન્વેસ્ટમેન્ટસ :
(એ) ૮૮,૮૦૦ શેરો લક્ષ્મી મશીન વર્કસ લિ.ના ૨૬,એપ્રિલ ૨૦૧૯ શુક્રવારના બંધ ભાવ શેર દીઠ રૂ.૫૮૫૭.૬૫ મુજબ રૂ.૫૨.૦૧ કરોડ. (બી) ઈન્ડિયન બેંકમાં ૬૨૮૯ શેરોનું રોકાણ મૂલ્ય શેર દીઠ રૂ.૨૫૩.૯૫ મુજબ રૂ.૧૫.૯૭ લાખનું છે. (સી) કુલ રૂ.૫૨.૧૭ કરોડનું આજનું રોકાણ મુલ્ય (ડી) મ્યુચ્યુઅલ ફંડોમાં કંપનીનું રૂ.૪૧.૨ કરોડનું રોકાણ ધરાવે છે. (એફ) આમ કંપનીનું કુલ રોકાણ રૂ.૯૩.૩૭ કરોડનું છે. જે કંપનીના પેઈડ-અપ શેરો જે ૨૪,૫૮,૦૦૦ છે પ્રમાણે પ્રતિ શેર દીઠ કિંમત રૂ.૩૭૯.૮૬ છે.
ડિવિડન્ડ :
વર્ષ ૨૦૧૪માં ૫૦ ટકા, વર્ષ ૨૦૧૫માં ૭૦ ટકા, વર્ષ ૨૦૧૬માં ૮૦ ટકા, વર્ષ ૨૦૧૭માં ૮૦ ટકા, વર્ષ ૨૦૧૮માં ૧૦૦ ટકા
નાણાકીય પરિણામ :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ :
ચોખ્ખી આવક રૂ.૧૬૦.૯૨ કરોડની તુલનાએ વધીને રૂ.૧૮૮.૫૦ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૬.૧૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૮.૮૨ કરોડની તુલનાએ વધીને રૂ.૧૧.૭૪કરોડ, શેર દીઠ આવક રૂ.૩૫.૯૦ની તુલનાએ વધીને રૂ.૪૭.૭૭ હાંસલ કર્યા હતા.
(૨) ત્રીજા ત્રિમાસિક ઓકટોબર૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૧૮ :
ચોખ્ખી આવક રૂ.૩૭.૮૪ કરોડની તુલનાએ વધીને રૂ.૪૭.૩૫ કરોડ, એનપીએમ ૪.૧૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧.૧૪ કરોડ થી વધીને રૂ.૨.૪૬ કરોડ, શેર દીઠ આવક રૂ.૮.૧૭ હાંસલ કરી છે.
(૩) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૧૮ :
ચોખ્ખી આવક રૂ.૧૫૧.૬૩ કરોડ મેળવીને એનપીએમ ૫.૦૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૭.૯૧ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક રૂ.૩૨.૧૬ હાંસલ કરી છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ :
અપેક્ષિત વેચાણ રૂ.૨૧૨.૫૬ કરોડ, અપેક્ષિત એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૬.૦૫ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૧૨.૮૫ કરોડ, શેર દીઠ આવક રૂ.૫૨.૨૭ અપેક્ષિત છે.
(૫) બુક વેલ્યુ :
માર્ચ ૨૦૧૪ના રૂ.૩૨૦.૯૭, માર્ચ ૨૦૧૫ના રૂ.૩૪૫.૬૩, માર્ચ ૨૦૧૬ના રૂ.૩૭૦.૯૮, માર્ચ ૨૦૧૭ ના રૂ.૫૫૯.૭૪, માર્ચ ૨૦૧૮ રૂ.૬૮૮.૩૮, અપેક્ષિત માર્ચ ૨૦૧૯ના રૂ.૭૪૦.૬૫
(૬) પરોક્ષ બુક વેલ્યુ :
હાલની ઈન્વેસ્ટમેન્ટ વેલ્યુ રૂ.૩૭૯.૮૬ અને માર્ચ ૨૦૧૯ની અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૭૪૦.૬૫ બન્નેને જોડતાં પરોક્ષ બુક વેલ્યુ રૂ.૧૧૨૦.૫૧ અપેક્ષિત છે.
(૭) વેલ્યુએશન :સિંગલ B
ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટસ ઉદ્યોગના સરેરાશ ૫૫ના પી/ઈ સામે માત્ર ૧૨નો પી/ઈ ગણીએ તો પણ અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૫૨.૨૭ પ્રમાણે ભાવ રૂ.૬૨૭ને આંબી શકનાર હાલ ભાવ રૂ.૫૦૨.૦૫ના ભાવે માત્ર ૯.૬૦ના પી/ઈએ ઉપલબ્ધ. હાલ બંધ ભાવ રૂ.૫૦૨.૦૫માં ૧૫ ટકા ઉમેરીએ તો પણ ભાવ રૂ.૫૭૭ને સહેલાઈથી આંબી શકે અને તે માટે વેલ્યુએશન સિંગલ B . અપેક્ષિત બુક વેલ્યુ ઈન્વેસ્ટમેન્ટ સાથે રૂ.૧૧૨૦.૫૧ સામે માત્ર રૂ.૫૦૨.૦૫ ભાવે ઉપલબ્ધ.
આમ (૧) ભારતની જાણીતી લક્ષ્મી મશીન વર્કસ લિમિટેડ, કોઈમ્બતુર ગુ્રપની લક્ષ્મી ઈલેકટ્રિક કંટ્રોલ સિસ્ટમ લિમિટેડ (૨) એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ પૂર્ણ વર્ષની અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૭૪૦.૬૫ અને ઈન્વેસ્ટમેન્ટ સાથેની બુક વેલ્યુ રૂ.૧૧૨૦.૫૧ (૩) અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૫૨.૨૭ સામે માત્ર માત્ર બીએસઈ પર રૂ.૫૦૨.૦૨ ભાવે ૯.૬૦ના પી/ઈએ શ્રેષ્ઠ ઈન્વેસ્ટમેન્ટ તક આપી રહ્યો છે.
મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107)
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે : ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી : (૧)લેખક ઉપરોકત કંપનીઓના શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. (૬) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GNgic0
via Latest Gujarati News
0 Comments