(પીટીઆઇ) મુંબઇ, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર
મહારાષ્ટ્રના પાલઘરમાં જેટ એરવેઝના કર્મચારીએ આત્મહત્યા કરી છે. ૪૫ વર્ષીય જેટ એરવેઝના સિનિયર ટેકનિશિયન શૈલેષ સિંહ કેન્સર અને ડિપ્રેશનથી પીડિત હતો. સિંહે બપોરના સમયે ધાબા પરથી પડતું મૂક્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર જેટ એરવેઝના કર્મચારીઓને છેલ્લા કેટલાક સમયથી પગાર મળતો ન હોવાથી શૈલેષ સિંહ નાણાકીય અછતનો પણ સામનો કરી રહ્યો હતો.
સિંહ કેન્સરથી પીડિત હતો અને તેને કેમોથેરાપીના સારવાર ચાલુ હતી. આજુબાજુના રહીશોના જણાવ્યા અનુસાર પોતાની બિમારીને કારણે શૈલેષ સિંહ ડિપ્રેશનમાં રહેતો હતો.
જેટ એરવેઝે પોતાના વિમાનો બંધ કરી દીધા પછી તેના કોઇ કર્મચારીએ આત્મહત્યા કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે. શૈલેષ સિંહનો પુત્ર પણ જેટ એરવેઝના ઓપરેશન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૃ કરી દીધી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GOUm0l
via Latest Gujarati News
0 Comments