નવી દિલ્હી, તા. 07 એપ્રિલ, 2019, શનિવાર
વર્ષ ૨૦૧૯-૨૦(ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં ઉત્તરપ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ૧૨૦ લાખ ટન થવાની અપેક્ષા છે, જે ચાલું સિઝનના ૧૨૪ લાખ ટનના અંદાજ કરતાં થોડી નીચી સપાટીએ છે. સૂત્રએ જણાવ્યું હતું કે, આ વર્ષની શરૂઆતમાં જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં વરસાદને કારણે શેરડીના ઉત્પાદન પર અસર જોવા મળી હતી, તેમજ તેને કારણે ખાંડના ઉત્પાદન પર પણ થોડી અસર જોવા મળી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલમાં ઉત્તર પ્રદેશમાં શેરડીનો વિસ્તાર ૯૦ અબજ રૂપિયા જેટલો છે, તેમજ સરકાર તેને એક અઠવાડિયાની અંદર ૫૦ અબજ રૂપિયાની નીચી સપાટીએ લાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ખાંડ મિલો માટેની સોફ્ટ લોન યોજનામાંથી ૩૦ અબજ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે, જો કે રાજ્ય સરકાર દ્વારા ૪૦ અબજની બાકીને ક્લીયર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આમ બાકીના ૧૦ અબજ રૂપિયાની ચૂકવણી વીજળી ઉત્પાદક કંપનીઓ પાસેની એકત્રીકૃત આવક દ્વારા ચૂકવવામાં આવશે.
માર્ચ મહિનામાં આથક બાબતના કેબિનેટ સમિતિએ તેમની તરલતાને પ્રોત્સાહન આપવા માટે તેમજ શેરડીની બાકી ચૂકવણીને ક્લીયર કરવામાં મદદ કરવા માટે ખાંડ મિલોને ૭૯.૦-૧૦૫.૪ અબજ રૂપિયાની રેન્જમાં સોફ્ટ લોનને મંજૂર કરી હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WPGvfo
via Latest Gujarati News
0 Comments