આઇ.સી. એન્જિન સાથે બેટરી એન્જિન જોડી વ્હિકલની એવરેજ 20 કિલોમીટર સુધી વધારી

એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં બે દિવસીય કાઇઝેન ફેસ્ટિવલની શરૃઆત થઇ ચૂકી છે, જેમાં કોલેજના ૧૫ એન્જિનિયરિંગ વિભાગમાં અભ્યાસ કરતા ૧૮૦૦ સ્ટુડન્ટના ૫૪૬ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા, ઉપરાંત ૨૫ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ રજૂ થયા હતા. બે દિવસ દરમિયાન રજૂ થયેલા પ્રોજેક્ટનું એક્સપર્ટ દ્વારા માર્કિંગ કરી એવોર્ડ આપવામાં આવશે, ઉપરાંત વધારે સારા પ્રોજેક્ટને ૧૨મીએ સાંજે યોજાનારા ફંક્શનમાં એસએસઆઇપી અંતર્ગત ફંડિંગ માટે સિલેક્ટ કરવામાં આવશે. એવોર્ડ સેરેમની બાદ એલ.ડી. કેમ્પસમાં ૧૨મીએ મ્યુઝિક નાઇટનું પણ આયોજન કરાયું છે.

2 X 2 વ્હિલ પાવર્ડ મોપેડ ડિઝાઇન કર્યું


આ વ્હિકલ આઇ.સી. (ઇન્ટરલ કોમ્બુટ્શન એન્જિન) અને બેટરી આધારિત બંને એન્જિન છે. બે એન્જિન હોવાથી કારણે તેના બંને વ્હિલમાં પાવર છે, જેને ૨ બાય ૨ પાવર્ડ બાઇક કહી શકાય છે. આ બેટરી આધારિત એન્જિન બીજા આઇ.સી. સાથે જોડવામાં આવે તો ૧૫૦૦૦ સુધીનો ખર્ચ આવી શકે છે. પરંતુ બીજા આઇ.સી. એન્જિન સંચાલીત વ્હિકલમાં બેટરી એન્જિન જોડવાથી બાઇકની એવરેજ ૨૦ કિલોમીટર સુધી વધી જશે. - અમિત, નમન, કેવલ, વિપુલ, કર્નેલયીશ -ઇલેક્ટ્રિકલ વિભાગ

મશીન દ્વારા કચરો કલેક્ટ કરવાનું કાર્ય ઝડપી બનશે


દરેક શહેર માટે કચરો મોટી સમસ્યા છે, તેથી અમે ઇલેક્ટ્રિક પાવર વગર કચરો કલેક્ટ કરી શકે તેવું મશીન ડિઝાઇન કર્યું છે. હાલમાં કોર્પોરેશન દ્વારા નિમાયેલા લોકોને રસ્તા પરનો કચરો કલેક્ટ કરવા માટે ઘણા કલાકો વેડફવા પડે છે પરંતુ આ મશીન દ્વારા તેમનું કાર્ય સહેલું થશે સાથે સમયનો પણ બચાવ થશે. અમારું મશીન ઓટોમેટિક ટ્રકની તુલનાએ ખૂબ સસ્તું હોવા છતા કાર્ય ઓટોમેટિક જેવું જ આપે છે. - સુમંથ, ધવલ, રાહુલ અને શ્રવણ - મિકેનિકલ વિભાગ

સામાન્ય એસી કરતાં ૧૫૦૦ વૉટ જેટલો ઓછો પાવર કન્ઝ્યુમ કરે છે


થર્મો ઇલેક્ટ્રિક ટેકનોલોજી દ્વારા બનાવાયેલું એ.સી. સામાન્ય એસી કરતા ખૂબ ઓછો પાવર કન્ઝપ્શન કરે છે. ૧ ટનનું સામાન્ય એસી કલાકના ૨૦૦૦ વૉટ સુધી પાવર કન્ઝ્યુમ કરે છે, જ્યારે થર્મો ઇલેક્ટ્રિક એસી ૫૦૦ વોલ્ટ જેટલો પાવર કન્ઝ્યુમ કરે છે. થર્મો ઇલેક્ટ્રિક એસીમાં કન્પ્રેશર ન હોવાથી તેની કિંમત અને જાળવણી ખર્ચ પણ ખૂબ ઓછો આવે છે. - આદિત્ય, જયદીપ, રવિ, પ્રબજ્યોત અને દિવ્યાંશ - ઇલેક્ટ્રિકલ વિભાગ

મિકેનિકલ બુલ જે ખેતીનું કામ કરશે


અત્યારે ખેતીનું મોટાભાગનું કામ ટ્રેક્ટર દ્વારા જ કરવામાં આવે છે. જ્યારે કેટલાક કાર્ય માટે બળદની જરૃરીયાત હોય છે, પરંતુ બળદનો જાળવણી ખર્ચ ખેડુતો માટે વધારે હોવાથી અમે મિકેનિકલ બુલ તૈયાર કર્યો છે. જે બેટરી પાવરથી ચાલે છે અને બળદની માફક જ ખેતીનું કામ કરે છે. અમારી ટીમ દ્વારા મિકેનિકલ બુલના ઉપયોગો વધારવા માટે રિસર્ચ ચાલુ છે. - જયદીપ, ભાવદીપ, મીત અને મિતેષ. મીકેનિકલ વિભાગ

એર પ્યોરીફાયર દ્વારા ૭૦%સુધી હવા શુદ્ધ કરી શકાશે


વિકસતા શહેરમાં પ્રદુષણની સમસ્યાનો વ્યાપ ખૂબ વધતો જાય છે, પ્રદુષણની સમસ્યા નિવારવા માટે એર પ્યોરીફાયર ડિઝાઇન કર્યું છે. જેમાં એક્ઝોસ્ટર ફેન સાથે કારના ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે, વોટર પ્યોરીફાઇમાં ઘરની બહારથી આવતી હવા કાર ફિલ્ટર દ્વારા ૭૦ ટકા સુધી શુદ્ધ કરી શકાય છે, જેનું ડોમોનસ્ટ્રેશન એક ટ્રાફિક પોલિસ બૂથમાં કર્યો હતો.  - રવિ જાધવ, એન્વાયરમેન્ટ વિભાગ 

રૂરલ એરિયાની પાણીની સમસ્યાનું સમાધાન થશે


રૂરલ એરિયામાં જ્યાં પાણીની સમસ્યા છે ત્યાં આ પ્રોજેક્ટ ઉપયોગી છે. સોલાર સિસ્ટમ આધારિત હોવાથી તેમાં વીજળીનો ઉપયોગ પણ કરાયો નથી. વચ્ચે મૂકાયેલા કુકરમાં રહેલું પાણી બાષ્પ સ્વરૃપે નીચે જમા થશે જ્યાંથી ઉપયોગમાં લઇ શકાશે. પ્રોજેક્ટને એસએસઆઇપી અંતર્ગત ફંડિંગ પણ મળ્યું છે. - રિદ્ધિ, નિકિતા, પૂજા અને રશ્મી -બાયોમેડિકલ વિભાગ



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KveB71
via Latest Gujarati News

Post a Comment

0 Comments