
આલિયોંસ ફ્રોંસેઝ અમદાવાદમાં છેલ્લા ૩૭ વર્ષથી કાર્યરત છે, સંસ્થા દ્વારા એજ્યુકેશન સાથે કલ્ચરલ અને હેરિટેજ સંબંધિત પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. વિવિધ પ્રવૃતિનો વ્યાપ વધે ઉપરાંત ગુજરાત અને ફ્રાન્સના સંબંધો પણ વધે તે માટે ફ્રેન્ચ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના ડૉ. બેરટ્રાન્ડ ડી હાર્તીંગે અમદાવાદની મુલાકાત લીધી હતી. તેઓ ફાન્સના એજ્યુકેશન, સાયન્સ અને કલ્ચરના કાઉન્સેલર પણ છે.
શહેરની મુલાકાત દરમિયાન ડૉ. બેરટ્રાન્ડ ડી હાર્તીંગે કહ્યું કે, દેશની ઇકોનોમીમાં કલ્ચરલ પ્રવૃતિઓ ખૂબ મોટું યોગદાન હોય છે. તેથી એજ્યુકેશન સાથે દેશમાં કલ્ચરલ એક્ટિવિટીને પણ પુરતું પ્રાધાન્ય આપવું જોઇએ. ફ્રાન્સમાં કલ્ચરલ સેક્ટર દ્વારા ૪૪ બિલિયન યુરોની આવક થઇ હતી, જે ઓટોમેટિવ સેક્ટર કરતા પણ વધારે છે. જેના દ્વારા કહી શકાય કે કલ્ચરલ અને હેરિટેજ સેક્ટરનો વિકાસ કરવો જોઇએ. કલ્ચર સેક્ટર સાથે અમે એજ્યુકેશન સેક્ટર સાથે પણ સંકળાયેલા છીએ. તેથી ભારત અને ફ્રાન્સ વચ્ચે વધારેમાં વધારે સ્ટુડન્ટસ એક્સચેન્જ પ્રોગ્રામ થાય તેના પર કામ કરીએ છીએ. ૨૦૦૦માં ભારતથી ફ્રાન્સ એજ્યુકેશન માટે ગયેલા સ્ટુડન્ટસની સંખ્યા માત્ર ૯૮ હતી, જે ૨૦૧૮માં વધીને ૮૦૦૦ સ્ટુડન્ટ થયા છે. અમારો ટાર્ગેટ ૨૦૦૦૦ સ્ટુડન્ટનો છે. એન્જિનિયરિંગના એજ્યુકેશનમાં સ્ટુડન્ટસને ટેકનોલોજીકલ નોલેજ સાથે કલ્ચરલ નોલેજ પણ આપવું જોઇએ પરંતુ ભારતમાં એજ્યુકેશન સાથે કલ્ચરલ નોલેજનો અભાવ જોવા મળે છે. બંને દેશો વચ્ચે એજ્યુકેશન એક્સચેન્જ વધે માટે એનઆઇડી, સેપ્ટ અને ગુજરાત યુનિવર્સિટી જેવી સંસ્થા સાથે એજ્યુકેશનલ એક્ટિવિટીનું આયોજન કરાશે સાથે સ્ટુડન્ટસ માટે અર્બન લેબ પણ તૈયાર કરાશે.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UNAa6S
via Latest Gujarati News
0 Comments