(પીટીઆઈ) કાબુલ, તા.11 એપ્રિલ, 2019, ગુરૂવાર
અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં તાલિબાનીઓએ ૭ પોલીસ કર્મચારીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. તાલિબાનીઓના એક જૂથે ગુરુવારે મધ્ય પ્રાંતમાં સુરક્ષા ચોકી પર ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. વહેલી સવારે તાલિબાનીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે થયેલી આ મૂઠભેડમાં સાત પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘવાયા છે.
તાલિબાની પ્રવક્તા દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. અન્ય એક ઘટનામાં ઉત્તર-પશ્ચિમી પ્રાંત બડઘિસમાં પોલીસના ૧૫ જેટલા કર્મચારીઓએ તાલિબાનીઓ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે તાલિબાની વિદ્રોહીઓ એક તરફ અમેરિકા સાથે શાંતિ વાર્તા કરી રહ્યા છે.
અને સાથે જ સુરક્ષા દળો પર હુમલાઓ પણ કરી રહ્યા છે. થોડા સમય પહેલા સુરક્ષા દળોએ તાલિબાનીઓ સાથેની મૂઠભેડમાં ૧૦૦ જેટલા તાલિબાનીઓને ઠાર કર્યા હતા પરંતુ ગુરુવારની ઘટનામાં સાત પોલીસ જવાન શહીદ થયા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UvVDBW
via Latest Gujarati News
0 Comments