
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
જમ્મુ અને કાશ્મીરમાં અલગાવવાદીઓ અને આતંકવાદી સમૂહોને નાણાંકીય ભંડોળ પૂરુ પાડવા સંબંધી એક કેસમાં ધરપકડ કરવામાં આવેલા જેકેએલએફ પ્રમુખ યાસીન મલિકને દિલ્હીની કોર્ટે બુધવારે ૨૪ મે સુધી જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
એડિશનલ સેસન્સ ન્યાયાધીશ રાકેશ સ્યાલે સુરક્ષા સંબંધી ચિંતાઓના કારણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યાસીનને રજૂ કરવાની માંગ કરતી તિહાડ જેલ પ્રશાસનની એક અરજી મામલે પણ બચાવ પક્ષના વકીલ પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે યાસીનને રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)ની કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
એનઆઈએને કાશ્મીરની એક કોર્ટ તરફથી યાસીનના ટ્રાંજિટ રિમાંડ માટે મંજૂરી મળ્યા બાદ તેને રાષ્ટ્રીય રાજધાની લાવવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરની ઉચ્ચ અદાલતે સીબીઆઈની એક અરજી મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે જેમાં ત્રણ દશકા પુરાણા મલિકને ગુનેગાર સાબિત કરતા કેસને ફરીથી ખોલવાની અપીલ કરવામાં આવેલી છે.
જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ(જેકેએલએફ)ના પ્રમુખ યાસીન મલિક પર ૧૯૮૯માં તત્કાલિન ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની દીકરી રુબૈયા સઈદનું અપહરણ કરવાનો અને ૧૯૯૦માં ભારતીય વાયુ સેનાના ચાર કર્મચારીઓની હત્યા કરવા મામલે કથિત સંલિપ્તતાનો આરોપ છે. જેકેએલએફ પર તાજેતરમાં ગેરકાયદેસર ગતિવિધિ(નિવારણ) કાયદા અંતર્ગત પ્રતિબંધ જાહેર કરવામાં આવેલો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pu9Olb
via Latest Gujarati News
0 Comments