
શ્રીનગર, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
જમ્મુ કશ્મીરના અનંતનાગ જીલ્લામાં ગુરૃવારના સેના અને આતંકીઓ વચ્ચે થયેવી અથડામણમાં હિજબુલ મુહિદ્દીનના બે આતંકીઓને ઠાર કરાયો છે. પોલિસ પ્રવક્તાએ જણાવ્યા મુજબ મળેલી માહિતીના આારે પોલિસ અને સુરક્ષા બળોએ અનંતનાગ જીલ્લાના બિજબેહડા વિસ્તારમાં ઘેરાબંધી કરીને તલાશી અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું.
જે દરમિયાન આતંકીઓએ સુરક્ષા બળો પર ગોળીબાર કરતા સેનાએ પણ સામો જડબાતોડ જવાબ આપ્યો હતો. જેના પગલે બંને આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. બંને આતંકીઓના શવ ઘટનાસ્થળેથી મળી આવ્યા છે. ઉપરાંત પોલિસે હથિયાર, દારૃગોળો, રાઇફલ સહિતની વસ્તુઓ જપ્ત કરી છે. ઠાર કરાયેલ બંને આતંકીઓની ઓળખ થઇ ચૂકી છે.
બેમાંથી એખ આતંકી ફિઝીયોથેરાપીનો વિદ્યાર્થી હતો. જેની એળખ બુરહાન ગની ઉર્ફ સૈફુલ્લા(૨૫) તરીકે કરવામાં આવી છે.જે અનંતનાગ જિલ્લાનો જ રહેવાસી હતો અને ૨૦૧૮ના વર્ષમાં આતંકી સંગઠનમાં સામેલ થયો હતો. જ્યારે બીજા આતંકીની ઓળખ સફદર અમીન ભટ્ટ તરીકે થઇ છે જે પણ અનતાંગ જિલ્લાનો જ રહેવાસી હતો. હડજુ પણ આ વિસ્તારમાં તલાશી અભિયાન ચાલું છે જેને પગલે મોૂાઇલ સેવા બંધ કરી દેવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2viSrdY
via Latest Gujarati News
0 Comments