ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અંતર્ગત આઇઆઇટી ગાંધીનગર ખાતે 'ટેક્સટાઇલસ ઇન એન્સિયન્ટ ઇન્ડિયા' પર ડૉ. જાનકી તુરાગાની ટોક યોજાઇ હતી. લેક્ચરનું આયોજન ટેકનોલોજી ઇન એન્સિયન્ટની થીમ પર કરવામાં આવ્યું હતું. ટોકમાં ડૉ. જાનકી તુરાગાએ કહ્યું કે, આપણા દેશની સંસ્કૃતિ વર્ષો જૂની છે, તેથી પહેરવેશ અને કાપડ બનાવવાની તકનીક અને ટેકનોલોજી પણ જૂની જ છે. ઇસ પૂર્વે ૨૭૦૦માં દેશમાં કોટનમાંથી કાપડ બનાવવાની ટેકનોલોજી હતી. તે સમયમાં કપાસનું કલ્ટિવેશન કરવામાં આવતું અને તેમાંથી કાપડ પણ બનાવવામાં આવતું હતું. રિસર્ચ કરતા જાણવા મળ્યું છે કે દેશમાં પ્રાચીન સમયમાં કાપડને રંગવા માટે નેચર પદ્ધતીની ડાઇનો ઉફયોગ કરવામાં આવતો હતો. સમયાંતરે તે ટેકનોલોજીમાં બદલાવો આવ્યા છે. પરંતુ સંપુર્ણ પણ મૃતઃપાય બની છે તે કહેવું યોગ્ય નથી.
વૃક્ષની છાલમાંથી ખાસ પ્રકારના કપડા બનાવાતા
પ્રાચીન ભારતમાં ટેક્સટાઇલ્સ અને ડાઇનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હતો. તેની જાણકારી આજે હડપ્પન અને મોહેન્ઝો દરો જેવી સંસ્કૃતિમાંથી મળે છે. ભારતની સૌથી જૂની સંસ્કૃતિમાં પણ કપડાં બનાવવા અને તેમાં રંગરોગાન કરવા વિશેના પુરાવા મળી આવ્યા છે. જેમાં ડાઇના વિવિધ પ્રકારો અને એમ્બ્રોડરી જેવી પદ્ધતીનો સમાવેશ થાય છે. વૃક્ષની છાલમાંથી પણ ખાસ પ્રકારના કપડા બનાવામાં આવતા હતા.
સંસ્કૃતિ દ્વારા મળેલી ટેકનિકની જાળવણી કરવી જોઇએ
સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે પહેલાના સમયની ટેકનોલોજી અને આજની ટેકનોલોજીમાં મોટા બદલાવો આવ્યા છે. પરંતુ ટેક્સટાઇલ લેવલે ઇન્ડસ્ટ્રીઝ સિવાય ડાઇ ટેકનોલોજી અને કોટન કાપડ ટેકનોલોજીમાં મોટા બદલાવો આવ્યા નથી. આજે પણ ઘણી એવી ટેકનોલોજી અને ટેકનિકલ ઉપયોગમાં લેવાવામાં આવે છે જેનો ઉપયોગ વર્ષો પહેલાની સંસ્કૃતિમાં કરાતો હતો. પરંતુ જે સંસ્કૃતિ દ્વારા મળેલી ટેકનિક અને ટેકનોલોજીની જાળવણી લોકોએ કરવી જોઇએ. - ડૉ. જાનકી તુરાગા
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uLa99v
via Latest Gujarati News
0 Comments