કલાસિકલ અને વેસ્ટર્ન ઇન્સ્ટુ્રમેન્ટની સંગત સાથે રિવરફ્રન્ટ પર લોકગીતોનો ફ્યુઝન શો રજૂ કરશે


દરેક વ્યક્તિને સંગીત પ્રિય હોય છે. એમાં પણ જ્યારે વાત યંગસ્ટર્સની આવે ત્યારે તેમનો મ્યુઝિક પ્રત્યે ગાંડો ક્રેઝ જોવા મળે છે. કોલેજ સ્ટુડન્ટ્સ મ્યુઝિકમા ક્રિએટીવીટી કરી કેટકેટલાય નવતર પ્રયોગો કરી લોકોના મન જીતતા રહ્યા છે ત્યારે માત્ર કોલેજના યુથ ફેસ્ટિવલમાં મ્યુઝિકલ બેન્ડની કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે ભેગા થયેલા આઠ સ્ટુડન્ટ્સને માત્ર મ્યુઝિકના શોખે એકસાથે જોડયા હતા.

એચ.એ. કોમર્સ કોલેજના સ્ટુડન્ટનું મ્યુઝિક બેન્ડ 'સારેગામાપા- ધ ફ્યુઝન બેન્ડ'અનોખુ છે. આપણી ભારતીય સંસ્કૃતિ કે જે તેની કલા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઇતિહાસમાં જાહેર જગ્યાઓ પર જઇને શેરી નાટકો, લોકગીતો તથા ભવાઇ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરી લોકોને મનોરંજન પુરુ પાડતા હતા. પરંતુ સમયના બદલાવ સાથે આ સ્થાન હવે મોબાઇલમાં યુટયુબ જેવી કેટલીક એપ્લીકેશને લઇ લીધુ છે. ત્યારે ફરી મ્યુઝિક કોન્સર્ટ જેવો માહોલ માત્ર કોઇ મોટા સ્ટેડિયમમાં નહી પરંતુ નાની નાની જગ્યાઓ પર લોકો મ્યુઝિક કોન્સર્ટની ફીલ લઇ શકે તે માટે એચ.એ કોલેજના આ સ્ટુડન્ટસે વેકેશન દરમિયાન એક નવી પહેલ કરી છે. તેઓ દર રવિવારે રિફરફ્રન્ટ ખાતે આજની જનરેશનને ગમે તેવા અંદાજમાં મ્યુઝિક બેન્ડ સાથે લોકગીતો રજૂ કરશે

પ્રેક્ષકો સાથે ઓનગ્રાઉન્ડ પરફોર્મન્સ આપવાની મજા જ અલગ હોય છે

મેં  આલ્બમ સોંગમાં મારો અવાજ આપ્યો છે અને લાઇવ શો તથા કોન્સર્ટમાં પણ ગીત ગાવું છું પરંતુ મોટા શો અને કોન્સર્ટમાં ગાવાની સામે જ્યારે તમે પ્રેક્ષકો સામે ઓનગ્રાઉન્ડ પરફોર્મન્સ આપો ત્યારે તેની મઝા જ કંઇક અલગ હોય છે.અમારા બેન્ડમાં બધા જ અભ્યાસમાં આગળ હોવાની સાથે કલાપ્રેમી પણ છીએ. તેથી બાકીના સમયમાં સંગીતલક્ષી પ્રવૃતિઓ કરતા હોઇએ છીએ.- વિવેક વ્યાસ, ગુ્રપ લિડર

'મણિયારો' જેવા ગીતમાં યંગસ્ટર્સ ગરબા રમવાનું શરૃ કરી દે છે

આપણા લોકગીતોમાં એક અનોખી તાકાત રહેલી છે જે હંમેશા કલાકારો તથા પ્રેક્ષકોને અલગ સ્ફુર્તિ આપે છે. પહેલા શોમાં તો એવુ બન્યું હતું કે મણિયારો લોકગીતમાં આજુબાજુ ઉભેલા અને આ શો નિહાળતા યંગસ્ટર્સે ગરબા રમવાનું શરૃ કરી દીધુ હતું.લોકગીત આપણો વારસો છે અને તેની જાળવણી કરવી અને તેની ગરિમા જાળવવી એ આપણી ફરજ છે.  - રવિ બારોટ

અગાઉ બે વખત ગાર્ડનમાં શો કરતા સારો પ્રતિસાદ મળ્યો

આ યુવાનોએ પોતાના ઉનાળા વેકેશનમાં ફાજલ સમયનો સદઉપયોગ કરવા માટે તેઓ તબલાં,હાર્મોનિયમ, ઢોલ, કાંસી ઝોડા જેવા ફોક વાંજિત્રો સાથે ડ્રમ અને ગીટાર જેવા વેસ્ટર્ન ઇન્સ્ટ્રુેમન્ટ કે જે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય તેને મીક્સ-અપ કરીને આજની યંગ જનરેશનને રસ પડે તેવા નવા અવતારમાં લોકગીતો રજુ કરશે. અગાઉ આ યુવાનોએ બે વખત ગાર્ડનમાં જેવી જાહેર જગ્યાઓ પર આ ફ્યુઝન શો રજુ કર્યો હતો જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળતા. આ વેકેશન દરમિયાન રવિવારે સાંજે આ યંગસ્ટર્સ તેના બેન્ડ સાથે રીવરફ્રન્ટ પર આ ફ્યુઝન શો રજુ કરવામાં આવશે.



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WHjOdd
via Latest Gujarati News

Post a Comment

0 Comments