



૧૯૯૧માં જ્યારે ભારત આર્થિક સુધારાને સ્વીકારીને ખરા અર્થમાં મુક્ત અર્થતંત્ર બન્યું ત્યારે સાંસ્કૃતિક આદાનપ્રદાનને પણ પ્રોત્સાહન મળ્યું. લગ્ન અથવા કુટુંબ શું છે અને તેમાં શું સ્વીકાર્ય છે તે ક્ષેત્રોમાં વિચાર માગે તેવું પરિવર્તન આવી રહ્યું છે. આર્થિક સુધારાના ૨૮ વર્ષ પછી આપણે આપણા સમાજમાં વિકસિત રાષ્ટ્રોની અસર આપણા સમાજ પરસ્પષ્ટ રીતે જોઇ શકીએ છીએ જેમકે લવ મેરેજને સ્વીકૃતિ, અરેન્જ મેરેજ અને લવ મેરેજની સમાન ગણના અથવા લિવ-ઇન-રિલેશનશિપ તરફ વધતી સામાજિક સ્વીકાર્યતા, પ્રિ-મેરીટિયલ સેક્સ, લગ્ન વગર બાળક વગેરે. આ માટે ગુજરાત યુનિવર્સિટીમાં મુખ્ય વિષય આંકડાશાસ્ત્ર હોય તેવા સેમ-૬ના આર.જે. તિબ્રેવાલના ચાર સ્ટુડન્ટે ડૉ. ચિરાગ ત્રિવેદી અને ડૉ. જયેશ શાહના માર્ગદર્શન હેઠળ લગ્નના વલણો જાણવા માટે સર્વે કરવામાં આવ્યો.
બે પરિવારોનું જોડાણ ગણાતા લગ્ન આજે બે લોકોના જીવનકાળમાં ફેરવાયા છે
પહેલાં ભારતમાં લગ્નને બે પરિવારનું જોડાણ માનવામાં આવતું પરંતુ સમય બદલાતા આજે આ લગ્ન બે લોકોના જીવનકાળમાં ફેરવાયા છે. આ માટે જ્યારે અમને વેપારીક, ઔદ્યોગિક, સામાજિક વગેરે ક્ષેત્રમાં આંકડાશાસ્ત્રનો વ્યવહારિક ઉપયોગ સમજવા પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો ત્યારે અમે આ મુદ્દે સર્વે કરવાનું વિચાર્યું. આ માટે અમે ૧૮-૪૫ વર્ષની વયજૂથ ધરાવતા લોકોના વિચારને જાણવા ૯૨ લોકોનો સર્વે કર્યો. - હર્ષ સુખડિયા
સર્વેના મહત્વના તારણો
= ૮૫% યુવા જીવનમાં લગ્ન કરવામાં માને છે જ્યારે ૧૫ ટકા લોકો લગ્નને જીવનનો ભાગ ગણતા નથી.
= ૫૮ % યુવા માને છે કે હાલના સમયમાં મંડપ અને ચોરી વાળી પરંપરાગત રીત અપ્રચલિત થઇ ગઇ છે.
= ૪૯ % યુવા લગ્નનો યોગ્ય સમય નક્કિ કરવા મેચ્યુરિટીને ધ્યાનમાં લે છે.
= ૪૧ % યુવા માને છે કે મહિલાઓએ લગ્ન બાદ અન્ય બાબતોને ધ્યાનમાં લીધા વગર અભ્યાસ અને કામ ચાલુ રાખવું જોઇએ.
= ૪૬ % યુવા સ્ત્રી લગ્ન પછી સૌપ્રથમ કુટુંબને પહેલું પ્રાધાન્ય આપે તેની શરતે સ્ત્રીના અભ્યાસ અને નોકરી માટે સહમત થયા.
= ૪૬ % લોકોએ સ્વીકાર્યુ કે તેમના જીવનસાથીની પસંદગીમાં વખતે તેમના માતા-પિતાનો મુખ્ય પ્રભાવ છે.
= ૩૪ % લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે તેમની ઇચ્છા વ્યક્ત કરી
= ૬૩ % લોકો માને છે કે લગ્ન પછી પતિ-પત્ની બન્નેએ કામ કરવું કરવું જોઇએ.
= ૨૭ % લોકોએ કહ્યું કે, તેમના માતા-પિતા તેમની પસંદગી સાથે સહમત નહી થાય તેઓ તેમના માત-પિતાને છોડી દેશે.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UrLZQF
via Latest Gujarati News
0 Comments