ભાજપનો ચૂંટણી ઢંઢેરો બંધ રૃમમાં તૈયાર કરેલો અને અલગ પડી ગયેલા શખ્સનો અવાજ : રાહુલ


 નવી દિલ્હી, તા. ૯

લોકસભા ચૂંટણી, ૨૦૧૯ માટે ગઇકાલે ભાજપે જારી કરેલા ચૂંટણી ઢંઢેરા અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ ચૂંટણી ઢંઢેરો બંધ રૃમમાં તૈયાર કરવામાં આવ્યો છે. જેની સામે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો ચર્ચાના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યો છે અને તે સશક્ત ભારતીયોનો અવાજ છે. જ્યારે ભાજપનો ચૂંટણી ઢંઢેરો અલગ પડી ગયેલા શખ્સનો અવાજ છે. 

ઉલ્લેખનીય છે કે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં દેશના વિભિન્ન ભાગોમાં ઘૂસણખોરોને બહાર કાઢવા એનઆરસીને અમલમાં મૂકવા, જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ અને કલમ ૩૫એ દૂર કરવી તથા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણનું વચન આપવામાં આવ્યું છે. 

બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ફરીથી વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા ભ્રષ્ટાચાર મુદ્દે તેમને ફરીથી ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે. રાહુલ વડાપ્રધાન મોદીને પ્રશ્ર કર્યો છે કે શું તેમને મારી સાથે ચર્ચા કરવાથી ડર લાગે છે? 

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને રફાલ, અનિલ અંબાણી, નિરવ મોદી, અમિત શાહ અને નોટબંધી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યોે છે. તેમણે જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી આ વિષયો પર સંપૂર્ણ ચર્ચા કરીને મારી સાથે ચર્ચા કરે. 

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અગાઉ પણ અનેક વડાપ્રધાન મોદીને ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો? 

આ અગાઉ રાહુલે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેમાં ૧૦ લાખથી વધુ લોકોનો અવાજ સામેલ છે. આ એક સમજદારી ધરાવતુ એક પ્રભાવશાળી દસ્તાવેજ છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UPv8qE
via Latest Gujarati News

Post a Comment

0 Comments