ભારતીય ઓઇલ કંપની દ્વારા ઇરાનને મે મહિનાનો ઓર્ડર આપવામાં વિલંબ


નવી દિલ્હી, તા. ૯

અમેરિકાએ ઇરાન પર મૂકેલા પ્રતિબંધ હેઠળ એપ્રિલ પછી ભારતને ઓઇલ ખરીદીમાં કોઇ રાહત મળશે કે નહીં તે અંગે સ્પષ્ટતા ન હોવાથી ભારતીય ઓઇલ કંપનીઓ ઇરાનને મે મહિનાનો ઓર્ડર આપવામાં વિલંબ કરી રહી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર આગમી સાતથી દસ દિવસ દરમિયાન આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવશે. આ સાથે જ ઇરાન પાસેથી કેટલા પ્રમાણમાં ઓઇલ ખરીદી શકાશે તે અંગેની પણ સ્પષ્ટતા થઇ જશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર અમને ખબર નથી કે અમેરિકા ભારતને ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાની મંજૂરી આપશે કે નહીં? 

હાલમા અમેરિકાએ ભારતને ઇરાન પાસેથી ૩,૦૦,૦૦૦ બીપીડી ઓઇલ ખરીદવાની મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત ભવિષ્યમાં પણ ઇરાન પાસેથી ઓઇલ ખરીદી ચાલુ રાખવા માગે છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Kk8VfZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments