
કેનિકો, તા.18 એપ્રિલ, 2019, ગુરૂવાર
પોર્ટુગલના ટાપુના શહેરમાં જર્મન પ્રવાસીઓથી ભરેલી એક બસ ગબડીને નીચે ખાઇમાં એક ઘર પર પડતાં તેમાં સવાર ૨૯ પ્રવાસીઓ માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા.
ડ્રોનના ફુટેજમાં દેખાતંે હતું કે કેનિકો શહેર પાસે પર્વતીય વિસ્તારમાં આ બસ પડી ગઇ હતી અને ઇમારતને ટકરાઇ હતી. બસનું છાપરૃં ચિરાઇ ગયું હતું અને આગળની વિન્ડો તુટી ગઇ હતી, એમ સત્તાવાળાઓએ કહ્યું હતું. બચાવ કર્મીઓએ જ્યાં બસ અટકી ગઇ હતી ત્યાં જઇ ઘાયલોની સારવાર કરી હતી.
કેટલાક પ્રવાસી લોહીમાં લથબથ દેખાતા હતા જેમને માથામાં પટ્ટીઓ બાંધી હતી, જો કે અન્ય કેટલાક ઘાયલો ખૂબ ગંભીર જણાતા હતા. સ્થાનિક સત્તાવાળાઓએ કહ્યું હતું કે માર્યા ગયેલાઓમાં મોટાભાગના ૪૦ અને ૫૦ની વયના હતા.
માર્યા ગયેલાઓમાં ૧૧ પુરૃષો અને ૧૮ મહિલાઓનો સમાવેશ થતો હતો.મોરક્કોના દરિયા કિનારે એટલાન્ટીક દરિયામાં આવેલા આ સ્થળે દર વર્ષે લાખો લોકો રજાઓ ગાળવા આવે છે. સબટ્રોપિકલ હવામાન અને જ્વાળામુખી પર્વતોને મજા માણવા પર્યટકો અહીંયા આવે છે.
'ખૂબ દુખદ સમાચાર મળ્યા છે કે ૨૯ લોકો માર્યા ગયા હતા.માદેરિયામાં બનેલી ઘટનામાં માર્યા ગયેલાઓ પ્રત્યે અમારી દિલ સોજી'એમ જર્મન ચાન્સેલર એન્જેલા મેર્કલે કહ્યું હતું. તેમણે માર્યા ગયેલા અને ઘાયલોની મદદ કરવા બદલ પોર્ટુગલ સરકારનો આભાર માન્યો હતો.
૫૦ જેટલા પ્રવાસીઓ ડિનર માટે તેમની હોટલમાંથી નીકળીને ક્ષેત્રિત પાટનગર ફુનચલ તરફ જઇ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. સરકારી વકીલોએ દુર્ઘટનાની તપાસ શરૃ કરી હતી. ક્ષેત્રિય સરકારના વાઇસ પ્રેસિડેન્ટ પેડ્રો કાલાડોએ આ ઘટનાના કારણ આ તબક્કે કરી ના શકાય એમ કહ્યું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KY9lsK
via Latest Gujarati News
0 Comments