ઇઝરાઇલ-ગાઝા સરહદે હજારો પેલેસ્ટીનીયનોનો દેખાવ: ફાયરિંગમાં ચારના મોત, 316 ઘાયલ


૯ એપ્રિલની ચૂંટણી પહેલાં  ઇજીપ્તે મધયસ્થી કરતાં મોટી જાનહાની ટાળી શકાઇ

ગાઝા સિટી, તા. 31 માર્ચ, 2019, રવિવાર

ઇઝરાઇલ અને પેલેસ્ટીનિયનો વચ્ચે ગયા વર્ષે થયેલી અથડામણની વરસી નિમિત્તે હજારો ગાઝા નિવાસીઓ આજે ઇઝરાઇલની સરહદે ભેગા થયા હતા અને અથડામણ થઇ હતી, જો કે ઇજીપ્શિયન મધ્યસ્થીના કારણે મોટી ખુવારી ટાળી શકાઇ હતી. ઇઝરાઇલે કરેલા ફાયરિંગમાં ચાર ઇઝરાઇલી યુવાનો માર્યા ગયા હતા.

એક ગઇ કાલે દેખાવમાં અને બાકીના ૧૭-૧૭ વર્ષના ત્રણ યુવાનો શનિવારે માર્યા ગયેલા. ઉપરાંત ૩૧૬ ઘાયલ થયેલા. ૧૪ મેના રોજ અમેરિકાએ તેની ઇઝરાઇલની એલચી ઓફિસને  જેરૃસસ્લામ ખસેડતાં થયેલી અથડામણમાં ૬૦ કરતાં વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા.

એવો ભય સેવાઇ રહ્યો હતો કે આ વખતે પણ હિંસા થશે અને મોટા ખુવારી થશે. ઇઝરાઇલે સરહદે હજારો સૈનિકોને તૈનાત કર્યા હતા. નવમી એપ્રિલના રોજ યોજનારી ચૂંટણી પહેલાં વરસી આવતા  ઇઝરાઇલની ચિંતા વધી ગઇ હતી. હિંસા અટકાવવા ઇઝરાઇલ અને ઇસ્લામી શાસકો હમાસ વચ્ચે ઇજીપ્તે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો.

હમાસના અધિકારીઓ એ કહ્યું હતું કે બંને પક્ષો વચ્ચે એવી સમજુતી થઇ હતી કે જો  દેખાવ શાંત રહેશે તો તેના બદલામાં  ઇઝરાઇલ પણ ગાઝા પરની ઘેરાબંધીને હળવી કરશે.

શનિવારે સરહદે પાંચ સ્થળે દેખાવકારો ભેગા થયા હતા, પરંતુ મોટા ભાગના સરહદી વાડથી દૂર રહ્યા હતા.ગાઝાની પૂર્વ  બાજુએ કેટલાક લબર મુછિયા યુવાનો છેક વાડ સુધી પહોંચી ગયા હતા. તેમણે અનેક વખતે ઘેરો તોડવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ ઇઝરાઇલી સેનાએ ટીયરગેસ અને ગોળીબાર કરતાં ચાર યુવાનો માર્યા ગયા હતા અને ૩૧૬ ઘાયલ થયા હતા. તેમણે ઇઝરાઇલી સેના પર પથ્થરમારો કર્યો હતો. ઇજીપ્શિયન સુરક્ષા પ્રતિનીધી મંડળ ગાઝાની પૂર્વ બાજુની મુલાકાત લઇ તેમના નેતા ઇસ્માઇલ હનિયા અને યાહ્યા સિનવારીની મુલાકાત લીધી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WC40IQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments