
નવી દિલ્હી, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર
પીઓનબી સ્કેમના આરોપી અને ભાગેડુ હીરા કારોબરી નિરવ મોદદી અને મેહુલ ચોકસીની એક ડઝન લક્ઝરી કારોની નિલામી કરવામાં આવી છે. ઇડીના જણાવ્યા મુજબ ૩.૨૯ કરોડમાં ૧૨ કારની નિલામી કરવામાં આવી છે.
દેશમાંથી ભાગ્યા બાદ ઇડી દ્વારા નિરવ મોદીની ૧૧ અને મેહુલ ચોકસીની ૨ કાર જપ્ત કરી હતી. એક રોલ્સ રોયલ અને એક પોર્શ સહિત આ ૧૩માંથી ૧૨ કારની નિલામી થઇ છે જ્યારે નિરવ મોદીની એખ ટોયોટા કારનો કોઇ ખરીદદાર મળ્યો નથી. આ ઓનલાઇન નિલામી મુંબઇના મેટલ સ્ક્રેપ કોર્પોરેશન ખાતે કરવામાં આવી હતી.
ઇડીએ મની લોન્ડરીંગ માટેની વિશેષ અદાલતમાંથી આ માટેની પરમિશન મેળવી હતી. આ નિલામીમાંથી ઇડીને કુલ ૩,૨૮,૯૪,૨૯૩ રૃપિયા મળ્યા છે. નિલામી થયેલ કારોમાં સિલ્વર રોલ્સ રોયલ(૧.૩૩ કરોડ), એક પોર્શ(૫૪.૬ લાખ), લાલ મર્સિડીઝ(૧૪ લાખ), સફેદ મર્સિડીઝ(૩૭.૮ લાખ), બીએમડબલ્યુ(૯.૮ લાખ), બે હોંડા બ્રિયો, ટોયોટા ઇનોવા, હોંડા એસઆરવી, ફોર્ચુનર, સ્કોડા, સહિત અન્ય લકઝરી કાર સામેલ હતી.હજુ ગયા મહિને જ ૨૬ માર્ચના રોજ ઇડી દ્વારા નિરવ મોદીના જપ્ત કરેલા ૬૮ જેટલા પેઇન્ટીંગ્સની પણ નિલામી કરવામાં આવી હતી. જેમાંથી ૫૯.૩૭ કરોડ મેળવ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pw8w9r
via Latest Gujarati News
0 Comments