આતંકી પ્રવૃત્તિ બદલ આ દેશે એક જ દિવસમાં 37 લોકોને આપી મોતની સજા


નવી દિલ્હી,તા.24.એપ્રિલ 2019, ગુરુવાર

ભારતમાં તો મુંબઈ હુમલાના આતંકવાદી અજમલ કસાબને પણ ફાંસી આપવામાં વર્ષો નિકળી ગયા હતા ત્યારે સાઉદી અરેબિયા એવો દેશ છે જયાં દેહાત દંડની સજા આપવામાં સ્હેજ પણ વાર લગાડાતી નથી.

સાઉદી અરેબિયાએ આતંકવાદી પ્રવૃત્તિ બદલ મંગળવારે એક જ દિવસમાં અલગ અલગ જગ્યાએ 37 લોકોને મોતની સજા આપી હતી.સરકારનુ કહેવુ હતુ કે, આ તમામ લોકો ભવિષ્યમાં પણ હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા.

તેમની સામે રિયાધની સ્પેશ્યલ કોર્ટમાં કેસ ચલાવાયો હતો.એ પછી તેમને રિયાધ, મક્કા, અલ કાસિમ એમ અલગ અલગ સ્થળે મોતની સજા અપાઈ હતી.

સાઉદીઅરેબિયામાં  રાજાશાહી છે અને ત્યાં મોતની સજા પણ અલગ અલગ રીતે અપાય છે.ઘણાનુ જાહેરમાં જ માથુ ધડથી અલગ કરી દેવાતુ હોય છે.

તાજેતરમાં પંજાબના બે નાગરિકોને પણ આ જ રીતે મોતની સજા અપાઈ હતી.તેઓ હત્યા અને લૂંટના આરોપી હતા.આ અંગે ભારતની એમ્બેસીને જાણ પણ કરાઈ નહોતી.2016માં રાજવી પરિવારના એક સભ્યને પણ ફાંસી અપાઈ હતી.

સાઉદી અરેબિયાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં આ વર્ષે 100 વ્યક્તિઓને દેહાત દંડની સજા અપાઈ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KZLUQ6
via Latest Gujarati News

Post a Comment

0 Comments