NIA કોર્ટમાંથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને રાહત, ચૂંટણી લડવા વિરુદ્ધની અરજી ફગાવાઈ

નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2019 બુધવાર

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મોટી રાહત મળી છે. મુંબઈની NIA કોર્ટે ચૂંટણી લડવા વિરુદ્ધની અરજીને ફગાવી દીધી છે. મુંબઈની NIA કોર્ટમાં સુનાવણી દરમિયાન જજે કહ્યુ કે દાખલ અરજીમાં ફરિયાદકર્તાએ પોતાના હસ્તાક્ષર જ કર્યા નથી. 

ફરિયાદકર્તા તરફના વકીલે કહ્યુ કે સાધ્વી પ્રજ્ઞાને સ્વાસ્થ્યના આધારે જામીન આપવામાં આવ્યા છે પરંતુ તે ટીવી પર ઈન્ટરવ્યુ આપતા જોવા મળી રહી છે. સાધ્વીએ એક ઈન્ટરવ્યુમાં પોતાની સારવાર વિશે પણ દાવો કર્યો છે.

આ વિશે સાધ્વીના વકીલ જેપી મિશ્રાએ કહ્યુ કે પ્રજ્ઞા ઠાકુર સારવાર કરાવી રહી છે. તેમની સ્થિતિમાં સુધાર થયો છે. એક ડૉક્ટર હંમેશા તેમની સાથે રહે છે. તે વિચારધારા અને દેશના આધારે ચૂંટણી લડ્યા રહ્યા છે. તેઓ સાબિત કરવા ઈચ્છે છે કે ભગવા આતંકવાદ જેવુ કંઈ નથી. આ જ કારણ છે કે તે ચૂંટણી લડ્યા રહ્યા છે.

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટની એક પીડિતાના પિતાએ સાધ્વી પ્રજ્ઞા વિરુદ્ધ NIA કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સાધ્વીના ચૂંટણી લડવા પર રોક લગાવવાની માગ કરવામાં આવી હતી. કોર્ટે આ વિશે સાધ્વી પ્રજ્ઞા પાસે જવાબ માગ્યો હતો.

સાધ્વીએ કહ્યુ હતુ કે અરજી રાજકારણથી પ્રેરિત છે. આ માત્ર પબ્લિસિટી સ્ટંટ માટે કરેલુ કામ છે. અરજીકર્તાએ કોર્ટનો સમય વેડફ્યો છે. તેમની પર દંડ લગાવીને અરજીને ફગાવી દેવી જોઈએ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VlmC2J
via Latest Gujarati News

Post a Comment

0 Comments