
નવી દિલ્હી,તા.24.એપ્રિલ 2019, ગુરુવાર
સોશ્યલ મીડિયા યુઝર્સમાં લોકપ્રિય બનેલી ટિક ટોક એપ પર ભારતે મુકેલા પ્રતિબંધના પડઘા ચીનમાં પડી રહ્યા છે.
વાત એવી છે કે, ટિક ટોક એપ ચીનની કંપની બીટેન્ડન્સની માલિકીની છે.ભારતે તેના પર મુકેલા પ્રતિબંધ બાદ કંપનીની કમાણીને રોજનો પાંચ લાખ ડોલર એટલે કે સાડા ત્રણ કરોડ રુપિયાનો ફટકો પડી રહ્યો છે.
કમાણીમાં પડેલા ગાબડા બાદ કંપની પોતાના 250 જેટલા કર્મચારીઓને છુટા કરે તેવી પણ આશંકા છે.
મદ્રાસ હાઈકોર્ટે આ એપ પર પ્રતિબંધ મુકવાના આપેલા આદેશ બાદ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે.પ્રતિબંધ હટી જાય તે માટે કંપનીએ પોતાની તમામ વિગતો સુપ્રીમમાં રજૂ કરી છે.હવે તેના પર વધુ સુનાવણી થવાની છે ત્યારે ભારતમાં હાલ પુરતો તેના પરનો પ્રતિબંધ કંપનીને આર્થિક ફટકો મારી રહ્યો છે.
ભારતમાં ટિકટોકના 30 કરોડ યુઝર્સ હોવાનુ મનાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IPX8nq
via Latest Gujarati News
0 Comments