(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 20 એપ્રિલ, 2019, શનિવાર
લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયા બાદ આગામી સપ્તાહમાં ૨૩,એપ્રિલના ત્રીજા તબક્કાના થનારા મતદાનને લઈ અત્યારે ચૂંટણીમય વાતાવરણ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૧૯ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં અત્યાર સુધી એકંદર સારા રિઝલ્ટના પરિણામે શેર બજારોમાં ફંડોએ ઈન્ડેક્સ બેઝડ તેજીની પકડ જાળવી રાખી છે. રૂપિયા સામે અમેરિકી ડોલર પણ સપ્તાહના અંતે નબળો પડી ગયા સામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધી આવી ૭૧ ડોલર નજીક રહ્યા હતા. પરંતુ સપ્તાહના અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક રિઝલ્ટ જાહેર થતાં પૂર્વે સારા પરિણામની અપેક્ષા અને પેટ્રોકેમિકલ્સ, રિફાઈનીંગ બિઝનેસમાં ૨૫ ટકા હોલ્ડિંગ સાઉદીની અરામકો દ્વારા ખરીદવાની તૈયારીના અહેવાલે રિલાયન્સના શેરમાં તેજીને લીધે બજારમાં ઈન્ડેક્સ બેઝડ મોટું ધોવાણ અટક્યું હતું. જે હવે આગામી સપ્તાહમાં ત્રીજા તબક્કાના યોજાનારા ચૂંટણી મતદાનની સાથેસાથે આગામી સપ્તાહમાં શેર બજારોમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં એપ્રિલ વલણનો અંત થનારો હોઈ ફંડો ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડાતફડી બતાવે એવી શકયતા છે.
એપ્રિલ વલણના અંત અને કંપનીઓ પરિણામોની સાથે ચૂંટણીના માહોલમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી વધતી જોવાશે
કોર્પોરેટ ઈન્ડિયાના પરિણામોમાં ગત સપ્તાહના અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જાહેર થયેલા રિઝલ્ટની અસર આગામી સપ્તાહમાં ખુલતાં બજારે થવાની સાથે એચડીએફસી બેંકના શનિવારે જાહેર થયેલા ત્રિમાસિક પરિણામ નફામાં ૨૩ ટકાની વૃદ્વિ સાથે એકંદર સારા જાહેર થયાની પોઝિટીવ અસર આગામી સપ્તાહમાં આરંભમાં જોવાય એવી શકયતા છે. પરંતુ એફ એન્ડ ઓમાં એપ્રિલ વલણના થનારા અંત અને બજારમાં ઈન્ડેક્સ બેઝડ ફંડોએ ચૂંટણીના ચાલતાં તેજીને ટકાવી રાખવાના સતત કરેલા પ્રયાસોએ આ તેજી મોટા કરેકશન વિના કેટલો સમય જળવાઈ રહેશે એ અનિશ્ચિતતાએ ઈન્વેસ્ટરો, ખેલંદાઓની મૂંઝવણ વધવા લાગી છે. ચૂંટણીમાં શું થશે એ વિશે અગાઉ એક તરફી બહુમત ધરાવતી સ્થિર સરકારની અપેક્ષામાંથી હવે ફરી બે તબક્કાના મતદાન બાદ સ્થિર સરકારમાંથી અસ્થિર સરકારની મૂંઝવણ થવા લાગતાં બજારમાં આગામી સપ્તાહમાં ઓવરબોટ પોઝિશન હળવી થવાની પૂરી શકયતા છે. જેથી એપ્રિલ વલણના અંતના સપ્તાહમાં ઉછાળે સાવચેતી સાથે અફડાતફડી જોવાય એવી શકયતા છે. સેન્સેક્સ ૩૮૭૭૭ થી ૩૮૩૩૩ અને નિફટી સ્પોટ ૧૧૬૬૬ થી ૧૧૫૧૧ વચ્ચે અથડાતાં જોવાય એવી શકયતા રહેશે
ડાર્ક હોર્સ : AUTOMOTIVE AXLES LTD.
બીએસઈ(૫૦૫૦૧૦) અને એનએસઈ(AUTOAXLES) લિસ્ટેડ રૂ.૧૦ પેઈડ-અપ, રૂ.૧૨,૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતા અને રૂ.૧૦,૦૦૦ કરોડથી વધુ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતા, ભારતના મલ્ટિનેશનલ પ્રતિષ્ઠિત KALAYANI GROUP અને રૂ.૨૦,૦૦૦ કરોડ ના MERITOR INC. USA વચ્ચેની વર્ષ ૧૯૮૧માં સ્થાપાયેલી સંયુકત સાહસ કંપની ISO 14001:2004, ISO/TS 16949:2009 CERTIFIED ઓટોમોટીવ એકઝેલ્સ લિમિટેડ(AUTOMOTIVE AXLES LIMITED) ભારતની નંબર વન એક્સેલ્સ એગ્રીગેટ્સ કંપની ડ્રાઈવ એક્સેલ્સ, નોન-ડ્રાઈવ એક્સેલ્સ, ફ્રન્ટ સ્ટીર એકઝેલ્સ, સ્પેશ્યાલિટી અને ડિફેન્સ એક્સેલ્સ તેમ જ ડ્રમ અને ડિસ્ક બ્રેક્સની અગ્રણી મેન્યુફેકચરીંગ કરતી કંપની છે. કંપની આ ઉત્પાદનો ભારત અને વૈશ્વિક ે લાઈટ, મીડિયમ અને હેવી કમર્શિયલ વ્હીકલ્સ, મિલિટરી અને ઓફ-હાઈવે વ્હીકલ્સ, આફટરમાર્કેટ અને નિકાસો માટે ટ્રક્સ અને બસના પ્રમુખ મેન્યુફેકચરર્સને પૂરા પાડે છે. કંપની અત્યારે ભારતમાં રીયર ડ્રાઈવ એક્ઝેલ એસેમ્બલિઝની સૌથી મોટી સ્વતંત્ર મેન્યુફેકચરર છે. કંપની છેલ્લા ૩૦ વર્ષથી વધુ સમયથી સફળતાપૂર્વક રીલાયેબલ અને લોંગ-લાઈફ મીડિયમ અને હેવી ડયુટી ડ્રાઈવ એકઝેલ્સ, ફ્રન્ટ સ્ટીર એકઝેલ્સ, નોન-ડ્રાઈવ એકઝેલ્સ, ડિફેન્સ અને ઓફ-હાઈવે એપ્લીકેશન્સ માટે એકઝેલ્સ અને ડ્રમ અને ડિસ્ક બ્રેકનું મેન્યુફેકચરીંગ કરી રહી છે. જે લાઈટ ડયુટી ડ્રાઈવ એકઝેલ્સનું મેન્યુફેકચરીંગ પણ કરી રહી છે. કંપની એક્ઝેલ પાર્ટસની અમેરિકા, ફ્રાંસ, ઈટાલી, ચાઈના, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયામાં નિકાસો પણ કરી રહી છે.
KALAYANI GROUP : ૧૯૬૦ના મધ્ય દાયકામાં સ્થપાયેલા ક્રિટિકલ ક્ષેત્રો જેવા કે એન્જિનિયરીંગ, સ્ટીલ, ઓટોમોટીવ, ઈન્ડસ્ટ્રીયલ, રીન્યુએબલ એનજીૅ, અર્બન ઈન્ફ્રાસ્ટ્રકચર અને સ્પેશ્યાલિટી કેમિકલ્સમાં હાઈ ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને મેન્યુફેકચરીંગ સક્ષમતા ધરાવતા અને એન્ડ ટુ એન્ડ સક્ષમતા અને મેન્યુફેકચરીંગ ભારત, જર્મની, સ્વીડન અને ચાઈનામાં ધરાવતું પ્રતિષ્ઠિત કલ્યાણી ગુ્રપ વિવિધ લિસ્ટેડ કંપનીઓ થકી રૂ.૧૭,૫૦૦ કરોડ જેટલું વાર્ષિક ટર્નઓવર અને રૂ.૧૦,૦૦૦ કરોડથી વધુ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતું ગુ્રપ છે. જે બી.એન.કલ્યાણી ગુ્રપ ચેરમેનના નેતૃત્વમાં કાર્યરત વૈશ્વિક ૧૦,૦૦૦થી વધુ કર્મચારીઓ થકી વિવિધ બિઝનેસોમાં અગ્રેસર છે. જેમાં વિશ્વમાં સૌથી મોટી ફોર્જિંગ કંપની ધરાવે છે. ભારતમાં એન્જિનિયરીંગ સ્ટીલમાં નંબર વન, એક્ઝેલ્સ એગ્રીગેટ્સમાં ભારતમાં નંબર વન અને વ્હીલ્સની ભારતની નંબર વન નિકાસકાર કંપની છે. કલ્યાણી ગુ્રપ કેટલાક વૈશ્વિક કોર્પોરેટ જાયન્ટો જેમ કે મેરિટર યુ.એસ.એ., કાર્પેન્ટર ટેકનોલોજી કોર્પોરેશન-યુ.એસ.એ., મેક્સીઓન વ્હીલ્સ-બ્રાઝિલ, એફએડબલ્યુ કોર્પોરેશન-ચાઈના, અલ્સ્ટોમ-ફ્રાંસ અને ડેવિડ બ્રાઉન-યુ.કે સાથે સંયુક્સ સાહસો ધરાવે છે.
વિદેશી પ્રમોટર MERITOR INC. USA : MERITOR INC. USA ૩.૧ અબજ ડોલરનું USA સ્થિત ગુ્રપ કમર્શિયલ વ્હીકલ અને ઈન્ડસ્ટ્રીયલ માર્કેટસ માટે ડ્રાઈવટ્રેઈન, મોબિલીટી, બ્રેકિંગ અને આફટરમાર્કેટ સોલ્યુશન્સ પૂરા પાડતી વૈશ્વિક સપ્લાયર છે. જે ૧૦૦ વર્ષથી વધુ સમયથી ઈન્નોવેટીવ પ્રોડક્ટસ કમર્શિયલ ટ્રક, ટ્રેઈલર, ઓફ હાઈવે, ડીફેન્સ, સ્પેશ્યાલિટી અને આફટરમાર્કેટ ગ્રાહકોને વિશ્વભરમાં ઉત્પાદનો પૂરી પાડતી કંપની છે.
મેન્યુફેકચરીંગ સવલતો : કંપની ભારતમાં ત્રણ સ્થળોએ મળીને મેન્યુફેકચરીંગ સવલતો ધરાવે છે. જેમાં (૧) મૈસુર-કર્ણાટકમાં ૨,૦૨,૩૪૩.૫ ચોરસ મીટર એટલે કે ૨૨ લાખ ચોરસ ફૂટ જમીન વિસ્તારમાં મેન્યુફેકચરીંગ સવલતો ધરાવે છે. (૨) કંપની બીજી સવલતો રૂદ્રપુર,ઉત્તરાખંડમાં ધરાવે છે. (૩) ત્રીજી મેન્યુફેકચરીંગ સવલત કંપની જમશેદપુર-જારખંડમાં ધરાવે છે. કંપની મેરીટર એચવીએસ(ઈન્ડિયા) લિમિટેડ પાસેથી માર્કેટીંગ અને ફિલ્ડ સર્વિસ સપોર્ટ મેળવે છે.
બે પાર્ટનર કંપનીઓ : ઓટોમોટીવ એક્ઝેલ્સની બે પાર્ટનર કંપનીઓ છે, જેમાં (૧) મેરિટર એચવીએસઈન્ડિયા લિમિટેડ એ મેરિટર હેવી વ્હીકલ સિસ્ટમ્સ એલએલસી, ટ્રોય, યુ.એસ.એના ૫૧ ટકા શેર હોલ્ડિંગ અને કલ્યાણી ગુ્રપ,પૂનાના ૪૯ ટકા શેર હોલ્ડિંગની સંયુક્ત સાહસ કંપની છે. જે ડ્રાઈવ એક્ઝેલ્સ, નોન-ડ્રાઈવ સ્ટીર એક્ઝેલ્સ, મીલિટરી અને સ્પેશ્યાલિટી એક્ઝેલ્સ, ડ્રમ બ્રેક અને એર ડિસ્ક બ્રેક એસેમ્બલી કમર્શિયલ વાહનો માટે ડિઝાઈન, ડેવલપમેન્ટ અને માર્કેટીંગમાં પ્રવૃત છે. (૨) બેંગ્લોર ટેકનીકલ સેન્ટર(બીટીસી) આ કંપની મેરિટર ઈન્ક.ની સંપૂર્ણ માલિકીની સબસીડિયરી કંપની છે. જે પ્રોડક્ટ એન્જિનિયરીંગ, પ્રોડક્ટ બેન્ચમાર્કિંગ, પ્રોટોટાઈપીંગ, વેલીડેશન એન્ડ ટેસ્ટિંગ, આફટર માર્કેટ એન્જિનિયરીંગ, મેટાલર્જિકલ અને મેટ્રોલોજી સર્વિસિઝ ક્ષેત્રે પ્રવૃત છે. બીટીસી પ્રોડક્ટ ઈન્નોવેશન ક્ષેત્રે સક્રિય છે. કંપનીએ ૨૦ પેટન્ટ એપ્લીકેશન કરી છે અને એમાંથી ૫૦ ટકા એપ્લીકેશન્સને નોર્થ અમેરિકા અને યુરોપમાં પેટન્ટ મળી ચૂક્યા છે.
પ્રમુખ ગ્રાહક યાદી : કંપનીએ વર્ષોથી પ્રતિષ્ઠિત સ્થાનિક ઓઈએમ ગ્રાહકો વિકસાવ્યા છે. જેમાં અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ, એશીયા મોટર વર્કસ, ડેઈમલર ઈન્ડિયા, વોલ્વો ઈન્ડિયા, એસએમએલ આઈસુઝુ લિમિટેડ, વોલ્વો આઈશર કમર્શિયલ વ્હીકલ્સ, વ્હીકલ ફેકટરી-જબલપુર, બીઈએમએલ-ભારત અર્થ મુવર્સ લિમિટેડ, માન ટ્રક્સ પ્રાઈવેટ લિમિટેડ, મહિન્દ્રા ટ્રક્સ એન્ડ બસીસ, ઈન્ડિયન આર્મિ, સીએટી, એસ્કોર્ટસ, ટીઆઈએલ અને સોનાલિકા સહિતનો સમાવેશ છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ કલ્યાણી ગુ્રપ કંપની બીએફ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ હસ્તક ૩૫.૫૨ ટકા અને વિદેશી પ્રમોટર મેરિટર હેવી વ્હીકલ સિસ્ટમ્સ, એલએલસી હસ્તક ૩૫.૫૨ ટકા મળીને કુલ ૭૧.૦૪ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, રિલાયન્સ કેપિટલ ટ્રસ્ટી કંપની પાસે ૮.૮૫ ટકા, બજાજ અલાયન્ઝ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની પાસે ૩.૯૬ ટકા, ફોરેેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પાસે ૧.૨૮ ટકા, આમ જનતા પાસે ૧૧.૩૨ ટકા શેરો છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૧૫ના રૂ.૨૦૦.૧૩, માર્ચ ૨૦૧૬ના રૂ.૨૧૬.૫૨, માર્ચ ૨૦૧૭ના રૂ.૨૪૯.૨, માર્ચ ૨૦૧૮ના રૂ.૨૯૪, અપેક્ષિત માર્ચ ૨૦૧૯ના રૂ.૩૭૫
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮ : ચોખ્ખી આવક રૂ.૧૧૭૨.૩ કરોડ થી ૨૯.૬૦ ટકા વધીને રૂ.૧૫૧૯.૪ કરોડ મેળવીને એનપીએમ ૫.૫૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૪૮.૫૮ કરોડ થી ૭૨.૭૬ ટકા વધીને રૂ.૮૩.૯૩ કરોડ હાંસલ કરી શેર દીઠ આવક રૂ.૩૨.૧૫ થી વધીને રૂ.૫૫.૫૪ હાંસલ કરી હતી.
(૨) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૧૮ :
ચોખ્ખી આવક રૂ.૧૦૭૭.૮૩ કરોડની તુલનાએ ૩૫.૨૬ ટકા વધીને રૂ.૧૪૫૭.૯૫ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૫૫.૬૩ કરોડની તુલનાએ ૬૪.૬૫ ટકા વધીને રૂ.૯૧.૬૦ કરોડ હાંસલ કરી શેર દીઠ નવ માસિક આવક રૂ.૨૬.૮૨ થી વધીને રૂ.૬૦.૬૧ હાંસલ કરી લીધી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૯૯૪.૭૭ કરોડ, અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૧૨૨.૩૪ કરોડ થકી પૂર્ણ વર્ષની શેર દીઠ આવક રૂ.૮૧.૦૨ અપેક્ષિત છે.
(૪) વેલ્યુએશન : સિંગલ B :
ઓટો એનસીલિયરી ઉદ્યોગના સરેરાશ ૧૮ના પી/ઈ સામે આ મલ્ટિનેશનલ કંપનીને પણ એટલો જ ૧૮નો પી/ઈ આપીએ તો પણ શેર રૂ.૧૪૬૦ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ B.
આમ (૧) ભારતના પ્રતિષ્ઠિત કલ્યાણી ગુ્રપના ૩૫.૫૨ ટકા અને વિદેશી પ્રમોટર્સ મેરિટર, યુ.એસ.એ. હસ્તક ૩૫.૫૨ ટકા મળીને ૭૧.૦૪ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ અને રિલાયન્સ ગુ્રપ હસ્તક ૮.૮૫ ટકા હોલ્ડિંગ, બજાજ અલાયન્ઝ લાઈફ ઈન્સ્યોરન્સ પાસે ૩.૯૬ ટકા હોલ્ડિંગ ધરાવતી (૨) ભારતની નંબર વન એક્સેલ્સ એગ્રીગેટ્સ કંપની અને ડ્રાઈવ એક્સેલ્સ, નોન-ડ્રાઈવ એક્સેલ્સ, ફ્રન્ટ સ્ટીર એક્સેલ્સ, સ્પેશ્યાલિટી અને ડિફેન્સ એક્સેલ્સ તેમ જ ડ્રમ અને ડિસ્ક બ્રેક્સની અગ્રણી મેન્યુફેકચરર (૩) મૈસુર-કર્ણાટકમાં ૨,૦૨,૩૪૩.૫ ચોરસ મીટર એટલે કે ૨૨ લાખ ચોરસ ફૂટ જમીન વિસ્તારમાં મેન્યુફેકચરીંગ સવલતો સાથે રૂદ્રપુર-ઉત્તરાખંડ અને જમશેદપુર-જારખંડમાં મેન્યુફેકચરીંગ પ્લાન્ટો ધરાવતી (૪) દેશની પ્રમુખ ટ્રક, બસ, હેવી વ્હીકલ્સ મેન્યુફેકચરીંગ કરતી પ્રતિષ્ઠિત કંપનીઓ ગ્રાહકો ધરાવતી (૫) એક્ઝેલ પાર્ટસની અમેરિકા, ફ્રાંસ, ઈટાલી, ચાઈના, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયામાં નિકાસો કરતી (૬) ચાલુ વર્ષના પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૧૮માં ચોખ્ખા નફામાં ૬૪.૬૫ ટકા વૃદ્વિએ રૂ.૯૧.૬૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૬૦.૬૧હાંસલ કરનાર (૭) અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૧૮-૧૯માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૮૧.૦૨ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૭૫ સામે એ શેર અત્યારે એનએસઈ, બીએસઈ પર રૂ.૧૨૦૨ના ભાવે માત્ર ૧૪.૮૩ના પી/ઈએ ઉપલબ્ધ છે.
મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107)
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે : ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી : (૧)લેખક ઉપરોકત કંપનીઓના શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૩) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ICgwoT
via Latest Gujarati News
0 Comments