સિંગદાણામાં તેજીનો પવન: નિકાસકારોની વધેલી ખરીદી: ઉનાળુ આવકો મે મહિનામાં વધવાની શક્યતા

મુંબઈ, તા. 20 એપ્રિલ, 2019, શનિવાર

મુંબઈ તેલ-બિયાં બજાર આજે સિંગદાણા તથા સિંગતેલના  ભાવ મક્કમબોલાયા હતા.  આયાતી ખાદ્યતેલો સાંકડી વધઘટે અથડાતા હતા. ગુડફ્રાઈડેની રજાના પગલે દરિયાપારના ઓવરનાઈટ સમાચાર આજે ગેરહાજર હતા. દરમિયાન, સિંગદાણામાં ઓલ ઈન્ડિયા આવકો હાલ દૈનિક સરેરાશ દોઢથી પોણા બે લાખ ગુણી આવી રહી છે સામે સિંગદાણામાં હાલ નિકાસકારોની માગ નોંધપાત્ર જળવાઈ રહ્યા હતા.  સિંગદાણામાં હાલ ખાસ કરીને ફાર-ઇસ્ટના દેશો તરફ માલ વધુ જઈરહ્યો છે.  

બજારના જાણકારોના જણાવ્યા મુજબ  કદાચ આ માલો ફાર-ઈસ્ટ ગયા પછી  ત્યાંથી અન્ય  દેશો તરફ જઈ રહ્યાની ચર્ચા પણ હાલ બજારમાં સંભળાઈ રહી છે.  

દરમિયાન,  લોકલ માગ  પણ જળવાઈ રહી છે. નવી મુંબઈ સિંગદાણા બજારમાં  આજે હાજર ભાવ ઉંચકાઈ કિવ.ના ૫૦-૬૦ કાઉન્ટના  રૂ.૯૫૦૦ તથા ૬૦-૭૦ના રૂ.૯૦૦૦ બોલાતા થયા હતા.   

જ્યારે ૭૦-૮૦ના  ભાવ વધી રૂ.૮૮૦૦  તથા ૮૦-૯૦ના ભાવ વધી રૂ.૮૫૦૦ બોલાયા હતા. બોલ્ડ માલોના ભાવ જાતવાર રૂ.૬૬૦૦થી ૬૭૦૦ તથા ઉંચામાં  ભાવ રૂ.૭૧૦૦થી ૭૨૦૦ હતા.  દરમિયાન આગળ ઉપર ઉનાળુ નવા માલો મે મહિનામાં  ઓરિસ્સા,  પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા મહારાષ્ટ્રમાં   શરૂ  થવાની  શક્યતા છે. પરંતુ પાક એકંદરે ઓછો બતાવાઈ રહ્યો છે.

મુંબઈ હાજર બજારમાં આજે  ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૯૯૫ના  મથાળે મક્કમ હતા. જ્યારે  રાજકોટ  બાજુ ભાવ રૂ.૯૬૦થી ૯૭૫ તથા  ૧૫ કિલોના ભાવ રૂ.૧૫૪૦થી ૧૫૫૦ રહ્યા હતા.  

કોટન વોશ્ડના  ભાવ રૂ.૭૧૦થી ૭૧૩ તથા મુંબઈ બજારમાં  કપાસિયા તેલના  ભાવ  રૂ.૭૫૦ હતા. મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે  ૮હજાર ગુણી તથા રાજકોટ બાજુઆશરે ૧૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના  રાજસ્થાન ૨૦  કિલોના જાતવાર રૂ.૮૨૫થી ૮૫૦ તથા ઉંચામાં  રૂ.૯૨૫થી ૯૫૦ રહ્યાના સમાચાર હતા.

મુંબઈબજારમાં પામતેલના ભાવ હવાલા રિસેલના ૬૧૪ તથા જેએનપીટીના રૂ.૬૧૦ હતા. નવા વેપારો પાંખા હતા. બજારના જણાવ્યા મુજબ પામતેલમાં મુંબઈ બજારમાં આગળ ઉપર હાજર માલની તાત્કાલિક પુરવઠા ખેંચ જોવા  મળે એવી શક્યતા છે. ખાસ કરીને ૨૫ એપ્રિલથી ૧૦મી મે દરમિયાનના ગાળામાં  આવી હાજર માલની અછત દેખાવાની શક્યતા બતાવાઈ રહી છે  આના પગલે હાલ બજારના આંતરપ્રવાહો મક્કમ છે.  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના  ભાવ રૂ.૫૩૮ બોલાવતા હતા.  સોયાતેલના ભાવ  ડિગમનારૂ.૬૯૭ તથા રિફા.ના  ભાવ રૂ.૭૩૨ હતા જ્યારે  કપાસિયા તેલના ભાવ રૂ.૭૫૦ તથા મસ્ટર્ડના  ભાવ રૂ.૭૫૫  હતા.  

સનફલાવરના  ભાવ રૂ.૭૦૫  તથા રિફા.ના રૂ.૭૬૦  હતા જ્યારે કોપરેલના ભાવ ૧૦કિલોના રૂ.૧૧૯૦ હતા.  દરમિયાન,  દિવેલ તથા હાજર એરંડામાં આજે  ઘટાડો  આગળ વધ્યો હતો. 

દિવેલના ભાવ ૧૦ કિલોના  આજે વધુ રૂ.૧૦ ઘટી  કોમર્શિયલના રૂ.૧૧૫૩, એફએસજીના રૂ.૧૧૬૩ તથા  એફએસજી કંડલાના  રૂ.૧૧૪૩ બોલાયા હતા જ્યારે   મુંબઈ એરંડાના  હાજર ભાવ રૂ.૫૬૬૫ વાળા ગબડી રૂ.૫૬૧૫  બોલાતા થયા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે સોયાખોળના ભાવ ટનના રૂ.૩૩૩૯૦થી ૩૩૩૯૫ વાળા રૂ.૩૩૧૮૦થી ૩૩૧૮૫  બોલાયા હતા   જ્યારે અન્ય  ખોળો શાંત હતા. 

રાજસ્થાન તથા ગુજરાતના અમુક વિસ્તારોમાં તાજેતરના પ્રતિકૂળ હવાલાના પગલે  મસ્ટર્ડના પાકને ખાસ્સો ફટકો પડયાના  સમાચાર મળ્યા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XwZ4oP
via Latest Gujarati News

Post a Comment

0 Comments