મુંબઈ, તા. 20 એપ્રિલ, 2019, શનિવાર
ઈરદા દ્વારા રજૂ કરવામાં આવેલ ડેટા અનુસાર, નોન-લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓએ માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન તેમની કુલ એકીકૃત પ્રીમિયમ આવકમાં ૧૩ ટકાનો વધારો નોંધાવ્યો છે, આ સાથે તેની કુલ આવક રૂ.૧.૭૦ લાખ કરોડ જેટલી થઈ છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૪ જેટલી નોન-લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓએ કુલ ૧.૧૫ લાખ કરોડનું કુલ પ્રીમિયમ એકીકૃત કર્યું હતું.
આ વીમા કંપનીઓમાં, ૨૫ જેટલી ઇન્શ્યોરન્સ કંપનીઓને સામાન્ય વીમા કંપનીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, તેમજ ૭ જેટલી વીમાકંપનીઓ ખાનગી ક્ષેત્રની વીમા કંપની છે, જ્યારે બાકીની બે સરકારી માલિકીના વિશિષ્ટ ઈન્શ્યોરન્સ કંપની છે. ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઇરદા) ના આંકડા દર્શાવે છે કે, આ ૨૫ સામાન્ય વીમા કંપનીઓનું કુલ પ્રીમિયમ વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ.૧.૫૦ લાખ કરોડ જેટલું હતું, જે એક વર્ષ અગાઉના રૂ.૧.૩૩ લાખ કરોડ કરતાં ૧૩ ટકા વધું છે.
એકંદરે ખાનગી આરોગ્ય વીમા કંપનીઓએ માર્ચ ૨૦૧૯માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રૂ.૧૧,૩૬૮.૮૨ કરોડના સંયુક્ત પ્રીમિયમમાં ૩૭ ટકાનો વધારો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉના રૂ.૮૩૧૪.૨૭ કરોડ સામે હતો. જો કે, રાજ્યની માલિકીની વિશિષ્ટ વીમાકંપનીઓએ જેમ કે, ભારતની કૃષિ વીમા કંપની અને ઇસીજીસી લિમિટેડે માર્ચ ૨૦૧૯માં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન રૂ.૮૪૨૫.૭૫ કરોડના કુલ પ્રીમિયમમાં ૭.૭૫ ટકા ઘટાડો દર્શાવ્યો છે, જે અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન રૂ.૯૧૩૩.૭૮ કરોડનો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IuWuML
via Latest Gujarati News
0 Comments