
અમદાવાદ, તા.1 એપ્રિલ, 2019, સોમવાર
આજથી શરૃ થયેલા નવા ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષના પ્રારંભે શેરબજારમાં ઉદ્ભવેલ તોફાની તેજીના પગલે બીએસઇ સેન્સેક્સે ૩૯૧૧૫ અને એનએસઇ નિફ્ટીએ ૧૧૭૩૮ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યો હતો.
ભારતીય શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ વિવિ સાનુકૂળ અહેવાલોની સાનુકૂલ અસરે તેજીની ચાલ ઝડપથી આગળ વધતા બેઉ આગેવાન ઇન્ડેક્સ તેમની અગાઉની સર્વોચ્ચ સપાટી પાર કરીને ઝડપથી આગળ વધતા શેરબજારમાં આજે નવો ઇતિહાસ રચાયો હતો.
અમેરિકા- ચીન વચ્ચે ટ્રેડવોર સંદર્ભે થઈ રહેલ વાટાઘાટોમાં પ્રગતિનો સંકેત, વૈશ્વિક બજારોમાં સુધારો, ઘરઆંગણે જીએસટીની આવકો નવી ટોચે પહોંચ્યાના અહેવાલો તેમજ વિદેશી રોકાણકારોની ચાલુ રહેલી નવી લેવાલીની બજારો પર સાનુકૂળ અસર જોવાઈ હતી.
ઉપરોક્ત અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ સેન્સ્કેસ ઇન્ટ્રા ડે ૪૪૨.૬૬ પોઇન્ટ ઉછળીને ૩૯૧૧૫.૫૭ન નવી ઐતિહાસિક સપાટીનેે સ્પર્શ્યો હતો. બીજી તરફ એનએસઇનો નિપ્ટીએ પણ ઇન્ટ્રા ડે ૧૧૪.૨૦ પોઇન્ટ ઉછળી ૧૧૭૩૮.૧૦નો નવો વિક્રમ રચ્યો હતો.
જો કે, ઉંચા મથાળે નફારૃપી વેચવાલીનું દબાણ આવતા બેઉ ઇન્ડેક્સ તેમની લાઇફટાઇમ હાઇ સપાટીથી પાછા ફર્યા હતા. જો કે, આમ છતાં ય કામકાજના અંતે સેન્સેક્સ ૧૯૮.૯૬ પોઇન્ટ ઉછળતા ૩૮૮૭૧.૮૭ અને નિફ્ટી ૪૫.૨૫ પોઇન્ટ વધીને ૧૧૬૬૯.૧૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
રૃ.નવ લાખ કરોડનું માર્કેટ કેપ હાંસલ કરતી RIL પ્રથમ ભારતીય કંપની
ભારતીય શેર બજારોમાં આજે એક થી વધુ વિક્રમો સર્જાયા હતા. સેન્સેક્સ ૩૯૦૦૦ની સપાટી કુદાવી આજે ૩૦૧૧૫ની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચી જવા સાથે ભારતની ખાનગી ક્ષેત્રની સર્વોચ્ચ કંપની અને માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે પણ ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરોમાં ફંડો-ઈન્વેસ્ટરોની સતત ખરીદીના પરિણામે આજે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન ઈન્ટ્રા-ડે રૃ.૯ લાખ કરોડનો આંક પાર કરી જઈ નવી ઊંચાઈએ પહોંચી ગયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ આજે વધીને રૃ.૧૪૦૬.૫૦ ઈન્ટ્રા-ડે થઈ જવા સાથે રૃ.૯ લાખ કરોડ એટલે કે રૃ.૯ ટ્રીલિયનનું માર્કેટ કેપિટલાઈઝેશન પાર કરનારી પ્રથમ ભારતીય લિસ્ટેડ કંપની બની છે. મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ગુ્રપ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન ૨૩,ઓગસ્ટ ૨૦૧૮ના રૃ.૮ લાખ કરોડની સપાટીને પાર કરી ગયું હતું. જે આજે અંતે શેરનો ભાવ રૃ.૨૮.૫૦ વધીને રૃ.૧૩૯૧.૫૫ રહ્યા સાથે માર્કેટ કેપિટલાઈઝેશન રૃ.૮,૮૨,૦૬૦.૯૪ કરોડ રહ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uDvMZt
via Latest Gujarati News
0 Comments