પાક.ના ચાર એફ-16 વિમાનોને ભારતીય એરફોર્સના સુખોઇ, મિરાજ વિમાનોએ તગેડી મુક્યા


નવી દિલ્હી, તા.1 એપ્રિલ, 2019, સોમવાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે ફરી તંગદીલી વધી ગઇ છે. સરહદે પાકિસ્તાનના ચાર એફ-૧૬ યુદ્ધ વિમાનો જોવા મળ્યા હતા. જેને પગલે ભારતીય સૈન્યએ પણ જવાબી કાર્યવાહીની તૈયારી કરી લીધી હતી અને સુખોઇ-૩૦ વિમાનોને તૈયાર રાખ્યા હતા, જેને પગલે બાદમાં પાકિસ્તાનના આ વિમાનો પરત જતા રહ્યા હતા. 

આ ઘટના પંજાબમાં સ્થિત પાકિસ્તાની બોર્ડર પર બની હતી. જેવા પાકિસ્તાનના એફ-૧૬ વિમાનો સરહદે આવ્યા તે બાદ તુરંત જ ભારતીય એરફોર્સે પણ સુખોઇ અને મિરાજ વિમાન તૈયાર કરી લીધા હતા અને આક્રામક જવાબ આપ્યો હતો. 

પ્રાપ્ત અહેવાલો અનુસાર બપોરે ત્રણ કલાકે પંજાબના ખેમકરણ બોર્ડર પર પાકિસ્તાને પોતાના ચાર લડાકુ વિમાનો એફ-૧૬ને મોકલ્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનનું એક માનવ રહીત ડ્રોન પણ જોવા મળ્યું હતું. પાકિસ્તાનની આ અવળચંડાઇ બાદ તુરંત જ ભારતીય એરફોર્સે પણ પોતાના વિમાનોને તૈયાર કરી લીધા હતા,

ભારતીય એરફોર્સે સુખોઇ અને મિરાજ બન્ને વિમાનો તૈયાર રાખ્યા હતા. જેની જાણકારી પાકિસ્તાનને થઇ જતા બાદમાં આ વિમાનો પરત જતા રહ્યા હતા.  પાકિસ્તાની વિમાનો ભારતીય સરહદની એકદમ નજીક આવી ગયા હતા, જેમાં એક મોટુ માનવ રહીત ડ્રોન પણ સામેલ હતું.

એટલે કે ડ્રોનની મદદથી પાકિસ્તાની વિમાનો સરહદમાં જાસુસી કરવા પણ આવ્યા હતા, જે બાદ પોતાના ટાર્ગેટ પર હુમલો કરવાની તૈયારીમાં હતા. જોકે ભારતીય એરફોર્સે પણ વળતો જવાબ આપ્યો હતો અને સુખોઇ તેમજ મિરાજ વિમાનને તાત્કાલીક જવાબી કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા હતા. જેને જોઇને પાકિસ્તાની વિમાનો પરત જતા રહ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I1MtFI
via Latest Gujarati News

Post a Comment

0 Comments